અનંત અંબાણીનો જીવદયા પ્રેમ છલકાયો: પદયાત્રા દરમિયાન 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં


HD ન્યુઝ ડેસ્ક : 1 એપ્રિલ: 2025: રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે. પાંચ દિવસમાં તેઓ 50 કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું છે. ત્યારે યાત્રા દરમિયાન રસ્તામાં આજે અનંતનો જીવદયા પ્રેમ પણ જોવા મળ્યો હતો. રસ્તામાં ગાડીમાં પસાર થતા તમામ મરઘાને કતલખાને જતા બચાવી લેવાયા હતા. અનંત અંબાણી હતું કે, શ્રીજી બાવા અને દ્વારકાધીશની કૃપા છે. દ્વારકાવાળો બધાનું ભલું કરશે અને મારું પણ ભલું એ જ કરવાનો છે.
અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. અનંત અંબાણી પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીની ગાડી જતી હતી, જે અનંત અંબાણીને ધ્યાને આવતાં તરત જ તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી. આ બાદ ગાડીના માલિક અને ડ્રાઇવર સાથે વાત કરીને 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં હતાં. મરઘા માલીકને તેની કિંમત ચુકવી અને મરઘાને બચાવી લેવાયા હતા.
અનંતે મરઘાના માલિકને તેની કિમત ચુકવી અને મરઘાને બચાવી અને પાળી લીધા હતા અને હવે તેમનો ઉછેર અને પાલન પણ અનંત અંબાણી કરવાના છે. તેમનો જીવદયા પ્રેમ જોઇને આજે લોકો દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણીએ લોકોના દિલ જીતી લે તેવું કામ કર્યુ છે. પદયાત્રા દરમિયાન અનંત અદાણીના જીવદયા પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. અનંત અંબાણી રાત્રીના સમયે 10 થી 12 કિલોમીટરની યાત્રા કરે છે. રસ્તામાં આવતા પ્રસિદ્ધ મંદિરોમાં પણ તેઓ ભાગવાનના દર્શન કરે છે.
આ પણ વાંચો..આંખો પર પટ્ટી બાંધીને હોસ્પિટલની બહાર ધર્મેન્દ્રએ જીત્યા ફેન્સના દિલ