ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

અનંત અંબાણીની હલ્દી સેરેમની બની હોળી! દરેક લોકો ઢોલના તાલે ઝૂમ્યા, જુઓ વીડિયો

  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં આ દિવસોમાં ખુશીનો માહોલ, લગ્નોત્સવની ઉજવણી 

મુંબઈ, 10 જુલાઇ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં આ દિવસોમાં ખુશીનો માહોલ છે. ટૂંક સમયમાં જ તેમનો નાનો પુત્ર અનંત અંબાણી વરરાજો બનવા જઈ રહ્યો છે, એટલે કે માત્ર બે દિવસ પછી ઘરમાં શહેનાઈ વગાડવામાં આવશે. અનંત અંબાણી તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્ન પહેલાની વિધિઓ જોરશોરથી ચાલી રહી છે. સંગીત, હલ્દી, મામેરુ જેવા ફંક્શનમાં આખો અંબાણી પરિવાર તેમના તમામ પોશાકમાં જોવા મળ્યો હતો. લગ્ન પૂર્વેની ઉજવણીથી શરૂ થયેલો લગ્નોત્સવ હવે હલ્દી સુધી પહોંચી ગયો છે. હાલમાં જ થયેલી હલ્દી સેરેમનીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હેડલાઇન્સમાં રહેલ અનંત-રાધિકાની હલ્દીની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં હળદરના રંગના ઢોલ-નગારાના તાલે દરેક લોકો નાચતા જોવા મળે છે. જેમાં તમામ મહેમાનો અને અંબાણી પરિવારના સભ્યો હોળીના નહીં પણ હળદરના રંગમાં રંગાયેલા જોવા મળે છે. જોરદાર ડાન્સનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


વીડિયોમાં ખુશનુમા દ્રશ્ય જોવા મળ્યું 

જે વીડિયો બહાર આવ્યો છે તેમાં જોઈ શકાય છો કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હલ્દીનો માહોલ સંપૂર્ણપણે હોળીના કાર્યક્રમમાં બદલાઈ ગયો હતો. તમામ મહેમાનો ઢોલ-નગારાના તાલે નાચતા જોવા મળ્યા હતા. માથાથી પગ સુધી દરેક વ્યક્તિ હળદરથી સ્નાન કરતો જોવા મળે છે. એક તરફ ઘણા ડ્રમર્સ બીટ વગાડી રહ્યા છે. બીજી તરફ બધા મહેમાનો જોરશોરથી ડાન્સ કરી રહ્યા છે. બહાર આવેલા આ વીડિયોમાં દરેક લોકો ખૂબ એન્જોય કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે, હલ્દી સેરેમની ફંક્શન ખૂબ જ મજેદાર હતું. આટલું જ નહીં, આ કાર્યક્રમમાં અંબાણી પરિવારના સભ્યો પણ સારો સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

સ્ટાર્સથી ભરેલી હતી મહેફિલ 

મહત્ત્વપૂર્ણ છે કે, રવિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દીમાં બોલિવૂડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે, જ્હાનવી કપૂર જેવા ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. તે બધા હળદરમાં રંગાયેલા જોવા મળ્યા હતા. પહેલા તેઓએ પીળા પોશાક પહેર્યા હતા અને પછી તેઓ હળદરના પાણીમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં અનિલ અંબાણી અને ટીના અંબાણીની તસવીરો પણ જોવા મળી હતી જેમાં તેઓ માથાથી પગ સુધી હળદરમાં રંગાયેલા હતા.

લગ્નની રાહ જોવામાં આવી રહી છે 

હલ્દી સેરેમની તો શાનદાર રીતે કરવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હવે 12 જુલાઈ 2024ના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. જેમાં પણ સ્ટાર્સથી ભરેલી મહેફિલ જામશે. લગ્નનો પ્રસંગ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યો છે. 13મી જુલાઇ અને 14મી જુલાઇએ પણ લગ્ન પૂર્ણ થયા બાદ અનેક વિધિઓ થશે.

આ પણ જુઓ: જિંદગીનો નવો અધ્યાય શરુ કરવા આતુર છે રણવીર સિંહ, પિતા બનતા પહેલા શેર કરી નોટ

Back to top button