અનંત અંબાણી પગપાળા દ્વારકાધીશના દર્શને જશે: જન્મદિવસ દ્વારકાનગરીમાં ઉજવશે


મુંબઈ, 28 માર્ચ: 2025: દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીને જગત મંદિર દ્વારકામાં ખુબ જ શ્રદ્ધા છે અને અવારનવાર તેઓ જામનગરથી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે હવે ફરી એક વખત અનંત અંબાણી દ્વારકા મંદિરે દર્શન કરવા માટે આવશે પણ આ વખતે અનંત અંબાણી જામનગર રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકા મંદિરે પહોંચશે. અનંત અંબાણી દરરોજ રાત્રિના 15થી 20 કિમી ચાલીને દ્વારકા પહોંચશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 8 એપ્રિલ, બુધવારે 29 વર્ષના થઈ રહ્યા છે. ત્યારે પોતાનો જન્મ દિવસ પહેલા રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી ચાલીને દ્વારકા દર્શને જશે. રિલાયન્સથી પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શને પહોંચશે. જામનગરથી દ્વારાકાનું અંતર 140 કિલોમીટર છે. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના અનંત અંબાણી ચુસ્ત બંદોબસ્ત સાથે પદયાત્રા કરીને દ્વારકા પહોંચશે. આ દરમિયાન ખાસ તકેદારી પણ રાખવામાં આવશે.
આ પણ વાંચો…ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર, જગજીત સિંહ દલ્લેવાલે તોડ્યા ઉપવાસ