અનંત અંબાણીએ અક્ષય કુમારના ઘરે જઈને આપ્યું લગ્નનું આમંત્રણ, અજય પણ આમંત્રિત


- ગુજરાતના જામનગરમાં અને ઈટાલીમાં ક્રૂઝ પાર્ટી એમ બે પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પણ નજીક આવી રહ્યા છે. લગ્નનું આમંત્રણ આપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે
27 જૂન, મુંબઈઃ અંબાણી પરિવારમાં ફરી એકવાર ઉજવણીનો માહોલ શરૂ થવાનો છે. અંબાણી પરિવારનો નાનો પુત્ર અનંત અંબાણી વરરાજા બનવા જઈ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં અને ઈટાલીમાં ક્રૂઝ પાર્ટી એમ બે પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પણ નજીક આવી રહ્યા છે. લગ્નનું આમંત્રણ આપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે.
View this post on Instagram
લગ્નની તૈયારીઓ શરૂ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ, 2024 ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે જેમાં દેશ-વિદેશના પ્રખ્યાત લોકો પણ સામેલ થશે. પ્રી-વેડિંગ પછી દેશભરના સ્ટાર્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ લગ્ન સમારોહનો ભાગ બનશે. અંબાણી પરિવારની દ્વારા મહેમાનોને આમંત્રિત કરવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિરમાં તેમના પુત્ર અનંતના લગ્નનું પહેલું કાર્ડ મૂક્યું હતું.
View this post on Instagram
સેલેબ્સને કાર્ડ આપવા પહોંચ્યા અનંત
અનંત અંબાણી પોતે તેમના લગ્ન માટે નજીકના લોકોને આમંત્રણ આપતા જોવા મળે છે. ગઈકાલે અનંત બોલિવૂડ સ્ટાર અજય દેવગનના ઘરે જોવા મળ્યો હતો. હવે અનંત પોતે મોડી રાત્રે અભિનેતા અક્ષય કુમારના ઘરે લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. ઈન્સ્ટાગ્રામના વીડિયોમાં અનંત અંબાણી તેની કારમાં બેઠેલો સ્પોટ થાય છે. તે મોડી રાતે અક્ષયકુમારના ઘરે પહોંચ્યો હતો. લગ્નમાં જાતે આમંત્રણ આપવા નીકળેલા અનંત અંબાણીની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે. લોકો અનંતના નેચરને વખાણી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાધિકા અને અનંતના લગ્નની આ કંકોત્રી તમે જોઈ? જૂઓ વીડિયો