કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દ્વારકાધીશમાં અંબાણી પરિવારની અપાર શ્રદ્ધા, અનંત અંબાણી પગપાળા દ્વારકા જવા નીકળ્યા

Text To Speech

જામનગર, 29 માર્ચ 2025: દેશમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. તેથી જ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને દ્વારકાદીશમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યારે પણ તક મળે અંબાણી પરિવારના સભ્યો દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવતા હોય છે. આ જ ક્રમમાં હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ચાલતા-ચાલતા દ્વારકાધીશના દર્શન કરવા માટે રવાના છે.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાધીશ પ્રત્યેની અપાર શ્રદ્ધા ફરી એક વાર જોવા મળી છે. અનંત અંબાણીએ દ્વારકા મંદિર સુધી પગપાળા જવાનું નક્કી કર્યું છે અને આ માટે તેઓ મોડી રાતે એક વિશાળ કાફલા સાથે પદયાત્રાની શરુઆત કરી છે. આ યાત્રા દરમ્યાન અનંત અંબાણી દરરોજ 10થી 15 કિલોમીટર પગપાળા ચાલશે, જે તેમની ધાર્મિક શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

અહીં ઉલ્લેખનિય છે કે, 27 ફેબ્રુઆરીએ જ વન્ય પ્રાણીઓની સંભાળ માટે અનંત અંબાણીની પહેલ ‘વનતારા‘ને ‘પ્રાણી મિત્ર’ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર તરફથી કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી કલ્યાણ ક્ષેત્રમાં આ દેશનું સર્વોચ્ચ સન્માન છે.

આ પુરસ્કાર રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્યને માન્યતા આપે છે, જે વનતારાની માલિકીની સંસ્થા છે અને હાથીઓના બચાવ અને સંભાળ માટે કામ કરે છે.

આ પણ વાંચો: IPL 2025: મુંબઈ ઈંડિયંસના કપ્તાન બદલાયા, હવે આ સ્ટાર ખેલાડી સંભાળશે ટીમની કમાન

Back to top button