અનંત અને રાધિકા બંધાયા સગાઈના બંધનમાં, એન્ટિલિયામાં ભવ્ય રિંગ સેરેમની યોજાઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ ગઈ છે. મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે સગાઈનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પહેલા 29 ડિસેમ્બરે અનંત અંબાણીને રાધિકા સાથે રોકા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કપલની રોકા સેરેમનીની પ્રથમ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રોકાનો આ કાર્યક્રમ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. જો કે, અનંત અને રાધિકા ક્યારે લગ્ન કરશે, તેની માહિતી હજુ સ્પષ્ટ નથી.
રાધિકા અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં જોવા મળે છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકાના પિતા વિરેનની પણ ગણના દેશના અમીર વ્યક્તિઓમાં થાય છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. આ પછી તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેમણે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 2017 માં સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઇસ્પ્રાવામાં જોડાયા હતા. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે.
રાધિકા મર્ચન્ટ એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણથી એકબીજાને ઓળખે છે. વર્ષ 2018માં બંનેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આ પણ વાંચો : અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની સગાઇની તસવીરો