સગાઈના બંધનમાં બંધાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં કપલની સગાઈની વિધિ થઈ હતી. અનંત અને રાધિકાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રકાશિત થઈ રહી છે.
પરિમલ નથવાણીએ અનંત-રાધિકાને અભિનંદન પાઠવ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અનંત અને રાધિકાનો ફોટો પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, ‘નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ સેરેમની માટે અનંત અને રાધિકાને ખૂબ-ખૂબ અભિનંદન. ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
Heartiest congratulations to dearest Anant and Radhika for their Roka ceremony at the Shrinathji temple in Nathdwara. May Lord Shrinath ji’s blessings be with you always. #AnantAmbani pic.twitter.com/BmgKDFsPYh
— Parimal Nathwani (@mpparimal) December 29, 2022
અનંત અંબાણી અને રાધિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. આજે, બંનેના પરિવારોએ રાધિકા અને અનંતના સગાઈ સમારોહમાં હાજરી આપી હતી અને તેઓને તેમની નવી સફરની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી હતી.
Rajasthan | Anant Ambani visited Shrinathji Temple in Nathdwara, Rajasmand district. pic.twitter.com/ZWKGYn1ON0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 29, 2022
આ કપલની સગાઈ સેરેમનીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના પુત્ર છે. જ્યારે રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. તેમણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. રાધિકા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને અંબાણી પરિવાર સાથે સારી બોન્ડિંગ ધરાવે છે. તે વર્ષ 2018માં ઈશા અંબાણીની સગાઈમાં ડાન્સ કરતી જોવા મળી હતી.
Congratulations to the Ambani family on the engagement today of Anant and Radhika pic.twitter.com/05ludrCFjg
— Harsh Goenka (@hvgoenka) December 29, 2022