અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં શીશ ઝુકાવ્યું, જાણો મંદિરની ખાસિયત
દુનિયાના સૌથી શ્રીમંત પરિવાર એવા અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા.
અનંત અંબાણી બાલા હનુમાન મંદિરે પહોંચ્યા
દુ્નિયાના સૌથી ધનિક પરિવારમાંથી એક અંબાણી પરિવાર ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે. આ પરિવાર અવાર નવાર કોઈને કોઈ પ્રખ્યાત મંદિરો જઈને ભગવાનના દર્શન કરતા રહે છે. ત્યારે આજે અંબાણી પરિવારના દીકરા અનંત અંબાણી જામનગરમાં બાલા હનુમાન મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું શ્રી બાલા હનુમાન સકીર્તન સમિતિ દ્વારા સ્નમાન કરવામાં આવ્યુ હતું.
અનંત અંબાણીએ બાલાહનુમાનજી મંદિરમાં દર્શન કર્યા
અહી આવેલ દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે અનંત અંબાણીએ મોડી રાત્રે મંદિર બંધ થાય તે પહેલા જ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ આહલક જ્યાં ચાલે છે ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા.
અનંત અંબાણીને બાલા હનુમાન મંદિરની છબી અર્પણ કરાઈ
જામનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થાન બાલા હનુમાન મંદિરનું ખુબ મહત્વ છે. અહી સતત 24 કલાક રામધૂન ચાલે છે. બાલા હનુમાન સંકીર્તન મંદિરના ટ્રસ્ટી અને અગ્રણીઓ દ્વારા અનંત અંબાણીને ખાસ બાલા હનુમાન મંદિરની પ્રતીતિ કરાવતી છબી અર્પણ કરવામા આવી હતી.
અનંત અંબાણીની સુરક્ષા વ્યવસ્થા
બાલા હનુમાનજી વિશે સાંભળીને તેઓએ દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા અચાનકજ તેઓ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અનંત અંબાણી અહી આવતા જામનગર એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તેમની સુરક્ષામાં વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
જાણો શું છે આ મંદિરની ખાસિયત
જામનગરમાં આવેલ બાલા મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. અહીં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધુન ચાલે છે. બાલાહનુમાનજી મંદિર છોટે કાશી તરીકે ઓળખાય છે. જામનગરમાં આવેલ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહી દેશ-વિદેશમાંથી અનેક ભાવિકો આસ્થા સાથે જોડાઈ દર્શન માટે આવતા હોય છે
આ પણ વાંચો : હૈદરાબાદના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6ના મોત, સાતનો બચાવ