ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજનવિશેષ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની જામનગરમાં તૈયારીઓ, ફંક્શનનું કાર્ડ વાયરલ

Text To Speech

જામનગર, 13 જાન્યુઆરી : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં તેમના પ્રિ વેડિંગનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તારીખ પણ સામે આવી છે, જાણો સેલિબ્રેશન ક્યાં અને ક્યારે થશે.

ગુજરાતના આ શહેરને લગ્ન સ્થળ તરીકે પસંદ કર્યું

હાલમાં સોશિયલ મીડિયામાં એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે, અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની માર્ચ 2024ના પહેલા સપ્તાહમાં પ્રી-વેડિંગ કાર્યક્રમો સાથે શરૂ થશે. કાર્ડની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની હસ્તલિખિત નોટ પણ છે. કાર્ડમાં આપેલી માહિતી મુજબ તેમણે ગુજરાતમાં જામનગર શહેરને અનંત અને રાધિકાના લગ્ન સ્થળ તરીકે પસંદ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

2023માં મુંબઈમાં બંનેની સગાઈ થઈ હતી

વર્ષ 2023માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ મુંબઈ ખાતે એન્ટેલિયામાં થઈ હતી. આ સેલિબ્રેશનમાં ગુજરાતી પરંપરા મુજબ ગોળ ધાણા સહિતની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન અંબાણી પરિવાર દ્વારા સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંનેનો રોકા સમારોહ 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થયો હતો. ત્યાર બાદ અનંત અને રાધિકાએ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લીધા હતા અને ભગવાન શ્રીગણેશની પૂજા પણ કરી હતી

આ પણ વાંચો : એ.આર.રહેમાનની કાર રોકી ફિરંગી યુવતીએ ગાયું ‘માં તુઝે સલામ’, જુઓ વીડિયો

Back to top button