આનંદો : IRM દ્વારા CNG ના ભાવમાં કરવામાં આવ્યો ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં ગેસ
આજે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પગલે બનાસકાંઠાના વાહન ચાલકોને મોટી ભેટ મળી છે. IRM એનર્જી દ્વારા સીએનજી ગેસના ભાવમાં રૂ. છ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે મોંઘવારીથી પીડાતી જનતાને રાહત મળી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ થોડી વધારે રાહત કરવામાં આવે તેવી લોકોને આશા બંધાઈ છે.
IRM સીએનજી હવે કેટલામાં મળશે ?
આજે 15 મી ઓગસ્ટે સીએનજી વાહનચાલકોને મોટી ભેટ આપી છે. છેલ્લા કેટલાય સમયથી સતત સીએનજીના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ હવે આજે IRM સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. જેથી હવે IRM સીએનજી 89.95 રૂ ની જગ્યા એ 83.95માં મળશે.
તાજેતરમાં અઠવાડિયામાં સીએનજીના ભાવમાં તોતીંગ વધારો નોંધાયો હતો
મહત્વનું છે કે જેમ જેમ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય ભાવોમાં કારણે વધતા હતા તેવી જ રીતે ગેસના ભાવોમાં પણ કંપનીઓ દ્વારા વધારો ઝીંકવામાં આવતો હોય જેના પગલે એક તબક્કે માત્ર 60 રૂપિયા કિલો આસપાસ મળતો સીએનજી ગેસ રૂ. 90 સુધી પહોંચી ગયો હતો. થોડા દિવસ પહેલાંના સપ્તાહમાં એક 8 રૂપિયા આસપાસનો વધારો જોવા મળ્યો હતો જેના પગલે ગેસથી વાહનો ચલાવવા ચાલકોમાં દેકારો મચી ગયો હતો.