આણંદ, તા. 17 જાન્યુઆરી, 2025ઃ એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાંક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગુરુવારે લાંચિયો સરપંચ પતિ પકડાયા બાદ આજે કોન્સ્ટેબલ એસીબીની ઝાળમાં સપડાયો હતો. આણંદના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનનનો અનાર્મ પોલીસ કોન્સટેબલ છટકામાં સપડાયો હતો.
ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનુ જણાવી ફરીયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરીયાદીનું નામ પ્રોહીબીશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપી રોશનકુમાર જગદીશભાઇ વણકર (હોદ્દો:-અનાર્મ પોલીસ કોન્સટેબલ, વર્ગ-૩, નોકરી:- ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન)એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૨,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.૧,૨૦,૦૦૦ આપવાનુ નકકી કર્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી બીજા રૂ.૩૦,૦૦૦ ઉમેરી કુલ રૂ.૧,૫૦,૦૦૦ ની લાંચની માગણી કરી હતી. પરંતુ તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાંચના છટકાં દરમિયાનન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી, સ્વીકારતા રંગેહાથ પકડાયો હતો.
એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન, તા.ખંભાત, જિ.આણંદ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર જગદીશભાઈ વણકર રૂા.૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat…
— ACB Gujarat (@ACBGujarat) January 17, 2025
- લાંચની માંગણીની રકમ:- રૂ.૧,૫૦,૦૦૦
- લાંચની સ્વીકારેલ રકમ:-રૂ.૧,૫૦,૦૦૦
- લાંચની રીકવર કરેલ રકમ: રૂા.૧,૫૦,૦૦૦
ટ્રેપિંગ અધિકારી:-
એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર,આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી
કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ
આ પણ વાંચોઃ બનાસકાંઠા : છાપી ગામના મહિલા સરપંચના પતિ વતી વચેટીયો રૂ.15 લાખની લાંચ લેતો ઝડપાયો