AC સાથે આવો જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા ઇમ્પ્રેસ થયા, વીડિયો શેર કરીને કર્યા વખાણ
HD New Desk (અમદાવાદ), 17 માર્ચ: બિઝનેસમેન આનંદ મહિન્દ્ર સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ રહે છે. પોસ્ટ દ્વારા તેઓ ક્યારેક યુઝર્સને સવાલોના જવાબ આપતા જોવા મળે છે, તો ક્યારેક કોઈ વીડિયો ગમતો હોય તો તેના વખાણ પર કરે છે. હાલમાં જ તેમણે શેર કરેલી એક પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં જોવા મળેલો જુગાડ લોકોને ખૂબ લાભદાયી નીવડી શકે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ACમાંથી નીકળતું પાણી વેડફવાથી બચાવી શકાય છે અને તેનો યોગ્ય ઉપયોગ પણ કરી શકાય છે.
આનંદ મહિન્દ્રાએ ACના જુગાડનો વીડિયો શેર કર્યો
This needs to become standard equipment throughout India wherever people use A/Cs
Water is Wealth.
It needs to be stored safely…
👏🏽👏🏽👏🏽
Spread the word. pic.twitter.com/vSK0bWy5jm
— anand mahindra (@anandmahindra) March 16, 2024
આનંદ મહિન્દ્રાએ તેમના X એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ભારતભરમાં જ્યાં પણ લોકો ACનો ઉપયોગ કરે છે ત્યાં આવા સાધનો બનાવવાની જરૂર છે. પાણી એ સંપત્તિ છે. તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવાની જરૂર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક નાનકડી ટ્રીક દ્વારા પાણીને બગાડથી બચાવી શકાય છે. આ માટે AC પાઇપમાં એક નાનો નળ મૂકીને પાણીનો સંગ્રહ કરી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. AC પાણીનો સંગ્રહ કર્યા પછી તેનો ઉપયોગ બાગકામ, મોપિંગ વગેરે માટે કરી શકાય છે.
આનંદ મહિન્દ્રાના આ વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમની પોસ્ટ પર કોમેન્ટ્સ કરીને લોકો એ વાત પર સહમત થઈ રહ્યા છે કે દરેક ઘરમાં AC પાણીના ઉપયોગ માટે આવી સિસ્ટમ હોવી જોઈએ. 1 મિનિટ 22 સેકન્ડના આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોની પ્રશંસા કરતા આનંદ મહિન્દ્રાએ તેમના દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો: બટાકા નથી? વાંધો નહીં, તો લો “આનંદ માણો” હવે ભિંડી-સમોસાનો