ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આનંદ મહિન્દ્રા ઉત્તર પ્રદેશની આ બહાદુર છોકરીથી થયાં પ્રભાવિત, નોકરીની કરી ઓફર

  • 13 વર્ષીય છોકરીએ હિંમત અને ડહાપણથી એલેક્સાનો ઉપયોગ કરીને પોતાનો અને પોતાની બહેનનો જીવ બચાવ્યો

HD ન્યૂઝ ડેસ્ક, 7 એપ્રિલ: મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા શનિવારે ઉત્તર પ્રદેશની એક હિંમતવાન છોકરીના પરાક્રમથી પ્રભાવિત થઈ ગયા હતા. હકીકતમાં, તે છોકરીએ ‘એલેક્સા’ની મદદથી પોતાનો અને પોતાની નાની બહેનનો વાંદરાના હુમલાથી જીવ બચાવ્યો હતો. હવે આનંદ મહિન્દ્રાએ તેણીને પોતાની કંપનીમાં નોકરીની ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે, બસ્તી જિલ્લાની આ 13 વર્ષીય છોકરીએ હિંમત અને ડહાપણ બતાવીને એમેઝોનના વર્ચ્યુઅલ વોઈસ આસિસ્ટન્ટ ‘એલેક્સા’નો ઉપયોગ કરીને વાંદરાઓને ડરાવ્યા અને તેની બહેનનો જીવ બચાવ્યો હતો.

 

છોકરીએ એલેક્સાને તેની બહેનના રૂમમાં પ્રવેશેલા વાંદરાઓને ભગાડવા માટે કૂતરો ભસવાનો અવાજ કરવાની સૂચના આપી હતી. છોકરીની આ યુક્તિ કામ કરી ગઈ અને છોકરીએ સફળતાપૂર્વક પોતાને અને તેની બહેનને બચાવી લીધી.

છોકરીએ હિંમત બતાવી વાંદરાઓનો સામનો કર્યો

છોકરીએ તેની બહેનના રૂમમાં ઘૂસેલા વાંદરાઓને ભગાડવા માટે એલેક્સાને કૂતરાની જેમ ભસવાની સૂચના આપી હતી. યુક્તિ કામ કરી ગઈ અને છોકરીએ સફળતાપૂર્વક પોતાની અને પોતાની બહેનનો જીવ બચાવ્યો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં, આનંદ મહિન્દ્રાએ તેમના અધિકૃત એક્સ હેન્ડલ પર લખ્યું કે: “આપણા યુગનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું આપણે ટેક્નોલોજીના ગુલામ કે માસ્ટર બની ગયા છીએ. આ છોકરીની સ્ટોરી દિલાસો આપે છે કે, ટેક્નોલોજી હંમેશા માનવ ચાતુર્યને વધુ સક્ષમ બનાવશે. “તેણીની ઝડપી વિચારસરણી અસાધારણ છે.”

 

અભ્યાસ બાદ મહિન્દ્રા રાઇઝમાં નોકરીની કરી ઓફર 

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, છોકરીએ સંપૂર્ણપણે આ અણધારી દુનિયામાં નેતૃત્વની ક્ષમતા દર્શાવી છે. તેણીનું શિક્ષણ પૂર્ણ થયા પછી, જો તેણી ક્યારેય કોર્પોરેટ જગતમાં કામ કરવાનું નક્કી કરે છે, તો મને આશા છે કે અમે મહિન્દ્રા રાઇઝ પર તેણીને અમારી સાથે જોડવા માટે તત્પર રહીશું!!”

આ પણ જુઓ: Wipro ના CEO ડેલાપોર્ટનું રાજીનામું, શ્રીનિવાસ પલ્લિયા સંભાળશે તેમનું પદ

Back to top button