ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પરાળી સળગાવવાથી થતું પ્રદૂષણ રોકવા ઉપાય બતાવ્યો

Text To Speech

નવી દિલ્હી:  વધતા જતા પ્રદૂષણને મામલે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ઉપાય આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક વીડિયો પોસ્ટમાં આનંદ મહિન્દ્રા કહ્યું કે, તેમની પાસે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે પરાળી સળગાવવાની પ્રવૃત્તિ અટકાવવા વૈકલ્પિક ઉપાય છે. તેમણે રિજનરેટિવ એગ્રિકલ્ચરનો ઉપયોગ કરવાની વિનંતી કરી જેથી દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણમાંથી છૂટકારો મેળવી શકાય.

તેમણે લખ્યું કે, ‘દિલ્હીના પ્રદૂષણથી બચવા કૃષિને પુનર્જીવિત કરવા માટે એક તક આપવી જોઈએ. જે પરાળ બાળવાની સામે એક ફાયદાકારક વિકલ્પ હોઈ શકે છે અને આનાથી જમીનની ઉત્પાદકતામાં પણ વધારો થશે. @naandi_india ના @VikashAbraham મદદ માટે તૈયાર છે. ચાલો તે કરીએ!’

નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી દિલ્હી-એનસીઆરના લોકો વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 10 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. લોકોને ઓફિસ આવવાને બદલે વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પણ પ્રદૂષણને લઈને આકરી ઝાટકણી કાઢી છે. એક રિપોર્ટ મુજબ, દિલ્હીમાં ખરાબ થતી હવાની ગુણવત્તાનું મુખ્ય કારણ પાડોશી રાજ્યોમાં બાળવામાં આવેલી પરાળ છે. દિલ્હીના ગૂંગળામણભરી હવા વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કેટલાક ઉપાય સૂચવ્યા છે. આ ઉપરાંત, દિલ્હીમાં ઑડ-ઈવન યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ થશે.

આ પણ વાંચો:  દિલ્હીમાં ફરી વાહનો ચાલશે ઑડ-ઈવન, સ્કૂલ પણ ઑનલાઈન

Back to top button