ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

આનંદ મહિન્દ્રાએ 12th Fail મૂવીને નેશનલ એવૉર્ડની હકદાર ગણાવી

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ’12th Fail’ મૂવી જોયા બાદ તેમનાથી પણ પ્રશંસા કરતા ન રહેવાયું. આ ફિલ્મ જોયા બાદ તેમણે દિલ ખોલીને પ્રશંંસા કરી છે. તેમજ દરેકને એકવાર આ ફિલ્મ જોવાનું કહ્યું છે. આનંદ મહિન્દ્રાએ તેમના X હેન્ડલ પર મૂવી રિવ્યૂ કરીને પોસ્ટ લખી છે. જેના પર વિક્રાંત મેસીએ પણ પ્રતિક્રિયા આપી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ ફિલ્મની પ્રશંસા કરતા મહિન્દ્રાએ વિક્રાંત મેસીને નેશનલ એવોર્ડ આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, બોલિવૂડ સેલેબ્સ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સિવાય સોશિયલ મીડિયા પર બધા આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાને 12th Fail મૂવી ખૂબ જ ગમી

આનંદ મહિન્દ્રા ફિલ્મ જોવાના ખૂબ જ શોખીન છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે આનંદ સોશિયલ મીડિયા પર ફિલ્મો જોયા પછી રિવ્યૂ કરે છે. 12th Fail મૂવીના કિસ્સામાં પણ તેમણે એક લાંબી પોસ્ટ શેર કરી. જેમાં તેમણે બહુ જ બારીકાઈથી ફિલ્મની સમીક્ષા કરી છે. આ ફિલ્મ શા માટે જોવી જોઈએ તે અંગે જણાવ્યું છે.

1) પ્લોટઃ આ મૂવી દેશના રિયલ હીરોના જીવન પર આધારિત છે. માત્ર હીરો જ નહીં, પરંતુ સફળતાના ભૂખ્યા લાખો યુવાનો જેઓ વિશ્વની સૌથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એકને પાર પાડવા માટે અસાધારણ અવરોધો અને પરિસ્થિતિ સામે સંઘર્ષ કરે છે.

2) અભિનય: વિધુ ચોપરાએ કાસ્ટિંગનું સરસ કામ કર્યું છે. દરેક પાત્ર તેમનો રોલ નિભાવી ખરા ઉતર્યા છે અને તેઓએ ગંભીર, ભાવનાત્મક પ્રદર્શન કર્યું છે. પરંતુ વિક્રાંત મેસીએ શાનદાર અભિનય આપ્યો છે જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લાયક છે. તેમણે માત્ર રોલના જીવનનો અભિનય કર્યો ન હતો પરંતુ તેને જીવ્યો હતો.

આ ફિલ્મને જોવા માટે તેમણે ત્રીજું કારણ બતાવ્યું, નેરેટિવ સ્ટાઈલ: વિધુ ચોપરા આપણને યાદ અપાવે છે કે આ મહાન સિનેમા મહાન કહાનીઓથી છે. આ જ સત્ય છે. કોઈપણ સ્પેશિયલ ઇફેક્ટ્સ સારી રીતે કહેવાતી કહાનીની સરળતા અને ક્વોલિટીથી મુકાબલો કરી શકતા નથી. તેમણે આગળ લખ્યું કે, મિસ્ટર ચોપરા, આ દિલ આવી ફિલ્મ વધુ જોવા માંગે છે.

વિક્રાંત મેસીએ પ્રતિક્રિયા આપી

ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસીએ આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘અમારા પ્રયાસો માટે તમારી પ્રશંસા અને અન્ય લોકોને આ ફિલ્મ જોવાનું સૂચન કરવું એ મારા અને મારી ટીમ માટે તમારી સહાનૂભુતિ ખૂબ જ નોંધપાત્ર છે. મહત્ત્વનું છે કે, આ ફિલ્મ IPS મનોજ કુમાર શર્માના જીવન સંઘર્ષ પર આધારિત છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મમાં વિક્રાંત મેસી અને મેધા શંકર મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: વિક્રાંત મેસીની ફિલ્મ ’12th Fail’એ બનાવ્યો નવો રેકોર્ડ

Back to top button