ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આણંદ જિલ્લાના ઉમરેઠ BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીની બળાત્કાર કેસમાં ધરપકડ

  • પુજારીનું ડીએનએ સેમ્પલ લઇને મૃત બાળકના ડીએનએ સાથે સરખામણી કરવામાં આવશે
  • નવજાતને ફેંકી દેવા બદલ યુવતી અને તેની માતા સામે પણ પોલીસ કાર્યવાહી
  • સ્વામિનારાયણ મંદિરના પૂજારીને આજે કોર્ટમાં રજૂ કરાશે

આણંદ જિલ્લાના ઉમરેઠ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી સાથે એક વર્ષ સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતીએ પૂજારી કાંતિ વાઘેલાની સંડોવણી હોવાનું નિવેદન આપ્યા બાદ પૂજારીની પૂછપરછ કરી હતી. પૂજારીની ધરપકડ કરી મેડિકલ તપાસ શરૂ કરાઈ છે.

નવજાતને ફેંકી દેવા બદલ યુવતી અને તેની માતા સામે પણ પોલીસ કાર્યવાહી

પૂજારી કાંતિ વાઘેલાને આજે બુધવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. ઉપરાંત નવજાતને ફેંકી દેવા બદલ યુવતી અને તેની માતા સામે પણ પોલીસ કાર્યવાહી કરશે. ઉમરેઠના રામ તળાવ પાસે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા મૃત શિશુનો કબજો મેળવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારજનો વર્ષોથી ઉમરેઠ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કામકાજ કરતા હતા અને મંદિરા પૂજારી રોજ બપોરે યુવતીને જમવાનું આપવા બોલાવતો હતો અને ધાબેથી ખાવાનું લઇ જવાની બૂમો પાડતો હતો. યુવતી જમવાનું લેવા જતી હતી. તે દરમિયાન મંદિરના પૂજારી કાંતિ વાઘેલા યુવતીની એકલતાનો લાભ લઇને રસોડામાં લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો. એક વર્ષથી યુવતી સાથે કાંતિ વાઘેલા દુષ્કર્મ આચરતો હતો. આ બાબત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

કુકર્મથી યુવતીને ગર્ભ રહી ગયો હતો અને યુવતીએ મૃત નવજાત શિશિને જન્મ આપ્યો

આ કુકર્મથી યુવતીને ગર્ભ રહી ગયો હતો અને યુવતીએ મૃત નવજાત શિશિને જન્મ આપ્યો હતો. શહેરના રામ તળાવ પાસે શિશુને ત્યજી દીધુ હતું. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવતીની પૂછપરછ કરી હતી. યુવતીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં મોકલવામાં આવી હતી. ઉમરેઠ પીએસઆઇ પાવલા અને તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પોલીસ અને મામલતદાર સામે યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં યુવતીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પુજારી કાંતી શિવાભાઈ વાઘેલાનું નામ આપ્યું હતું.

સ્વામિનારાયણ મંદિરના પુજારી કાંતી વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

યુવતીની માતાએ ઉમરેઠ પોલીસ મથકમાં સ્વામિનારાયણ મંદિરના પુજારી કાંતી વાઘેલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મોડી રાતે આરોપી પૂજારી કાંતી શિવાભાઈ વાઘેલાની મોડી રાત સુધી ઉમરેઠ પોલીસ મથકે સઘન પૂછપરછ બાદ ગુનામાં સંડોવણી જણાઈ આવતા ધરપકડ કરી મેડિકલ તપાસ શરૂ કરાઈ છે. પુજારીનું ડીએનએ સેમ્પલ લઇને મૃત બાળકના ડીએનએ સાથે સરખામણી કરવામાં આવશે. આ અંગે ઉમરેઠ પોલીસ મથકના જી.એમ. પાવરાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ કેસના આરોપી કાંતિ વાઘેલાની અટકાયત કરવામાં આવી છે. તેના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના આ માર્કેટ યાર્ડમાં ૩૩ લાખ કિલો મગફળી એક દિવસમાં ઠલવાઈ 

Back to top button