આણંદ જિલ્લો: જાણો રાજકીય ઇતિહાસના લેખા-જોખા સાથે જનતાનો મિજાજ
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. 1997માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો
ખંભાત બેઠક:
ખંભાત ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખંભાત ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ બેઠક આણંદ જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા બેઠકમાં 245 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ખંભાત તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે.
વર્ષ 2012માં ભાજપના સંજયકુમાર રમણભાઈ પટેલને 74761 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચુડાસમા સંદિપસિંહ વજુભાને 59375 મત મળ્યા હતા. જેમાં સંજયકુમાર રમણભાઈ પટેલ 15386 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ)ને 71459 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ ખુશમનભાઈ શાંતિલાલને 69141 મત મળ્યા હતા. જેમાં મહેશકુમાર કનૈયાલાલ રાવલ 2318 મતથી જીત્યા હતા. જેમાં ખંભાત બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 120685 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112702 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 1 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 233388 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
બોરસદ બેઠક:
ગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ હજુ સુધી જીત મેળવી શકી નથી. તે છે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક. આથી આ વખતે બોરસદ વિધાનસભા બેઠક ભાજપ માટે મોટી પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. અહીંયા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને હરાવીને જીત મેળવી હતી.
વર્ષ 2012માં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારને 83621 મત મળ્યા હતા. તથા ભાજપના રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારને 62587 મત મળ્યા હતા. જેમાં રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર 21034 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહને 86254 મત મળ્યા હતા. તથા ભાજપના રમણભાઈ ભીખાભાઈ સોલંકીને 74786 મત મળ્યા હતા. જેમાં પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ 11468 મતથી જીત્યા હતા. જેમાં બોરસદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 134658 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 126523 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 261186 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
આંકલાવ બેઠક:
રાજકીય પક્ષોના પ્રયાસોની વચ્ચે અમે તમને જણાવીશું આણંદ જિલ્લાની આંકલાવ બેઠકનું રાજકીય ગણિત. નવા સીમાંકન પહેલાં શહેર અને તે અંતર્ગત ગામડાઓને બોરસદ વિધાનસભામાં સામેલ કરવામાં આવ્યા હતા. અહીંયાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આંકલાવ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દરેક વખતે જીત મેળવે છે. હાલમાં અમિત ચાવડા આંકલાવ બેઠક પરના ધારાસભ્ય છે.
વર્ષ 2012માં કોંગ્રેસના અમિત ચાવડાને 81575 મત મળ્યા હતા. તથા ભાજપના સોલંકી જસવંતસિંહ અમરસિંહ (જશુભા)ને 51256 મત મળ્યા હતા. જેમાં અમિત ચાવડા 30319 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના અમિત ચાવડાને 90603 મત મળ્યા હતા. તથા ભાજપના હંસાકુંવરબા જનકસિંહ રાજને 56974 મત મળ્યા હતા. જેમાં અમિત ચાવડા 33629 મતથી જીત્યા હતા. જેમાં આંકલાવ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 114846 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 110234 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 225080 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ઉમરેઠ બેઠક:
આણંદ જિ૯લાની ઉમરેઠ વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસના પ્રભુત્વવાળી રહી છે, પરંતુ 2012માં નવા સીમાંકન પછી જ્ઞાતિ સમીકરણો બદલાયાં હોવાને કારણે કોઈ એક જાતિ કે સમૂહના વર્ચસ્વથી પર એવી આ બેઠક માટે આ વખતે પણ કોંગ્રેસ એકલા હાથે લડીને જીત મેળવી લેવાના મૂડમાં છે. છેલ્લી બે ટર્મથી એનસીપી સાથે મતબેંકમાં ટકરાવના કારણે કોંગ્રેસને પણ આ બેઠક નજીવી સરસાઇને કારણે ગુમાવવી પડી હતી.
વર્ષ 2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કીને 67363 મત મળ્યા હતા. તથા ભાજપના ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારને 65969 મત મળ્યા હતા. જેમાં જયંત પટેલ 1394 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારને 68326 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના કપિલાબેન ગોપાલસિંહ ચાવડાને 66443 મત મળ્યા હતા. જેમાં ગોવિંદભાઈ રાયજીભાઈ પરમાર 1883 મતથી જીત્યા હતા. જેમાં ઉમરેઠ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 138160 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132743 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 270908 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
આણંદ બેઠક:
આણંદ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર મતદારોનું વર્ચસ્વ હોવાથી અત્યાર સુધીમાં ક્ષત્રિય ઉમદેવાર 5 વખત અને પાટીદાર ઉમેદવાર 8 વખત જીતયા છે. જેમાં દરવખતે આણંદ,કમરમદ,વિધાનગરના મતદારો ઉમેદવારનું ભાવિ નકકી કરે છે.
વર્ષ 2012માં ભાજપના દિલીપભાઈ મણીભાઈ પટેલને 82956 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના કાંતિભાઈ સોઢાપરમાર (ભગત)ને 81969 મત મળ્યા હતા. જેમાં દિલીપભાઈ મણીભાઈ પટેલ 987 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમાર (ભગત)ને 98168 મત મળ્યા હતા. તથા ભાજપના યોગેશ પટેલ (બાપજી)ને 92882 મત મળ્યા હતા. જેમાં કાંતિભાઈ સોઢા પરમાર 5286 મતથી જીત્યા હતા. જેમાં આણંદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 159122 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 154730 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 313857છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
પેટલાદ બેઠક:
પેટલાદ બેઠક પર ભાજપ મોકે પે ચોકા મારવાની તૈયારીમાં છે. આણંદ જિલ્લામાં ભાજપે વ્યૂહાત્મક ગણતરી સાથે 2 બેઠકોના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. સાથે જ ત્રણ બેઠકો પર ગત ચૂંટણીના ઉમેદવારોને જ પુન જંગના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આંકલાવ બેઠક માટે ગત ચૂંટણીના ભાજપી ઉમેદવાર હંસાકુંવરબા રાજનાં બદલે આ વખતે ક્ષત્રિય ઉમેદવાર તરીકે ગુલાબસિંહ પઢિયારને ભાજપે ટિકીટ ફાળવી છે. જોકે, પેટલાદ બેઠક પર હજી પણ ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે.
વર્ષ 2012માં કોંગ્રેસના નિરંજન પટેલને 77312 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ દિપકભાઈ રવજીભાઈને 65120 મત મળ્યા હતા. જેમાં નિરંજન પટેલ 12192 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના નિરંજન પટેલને 81127 મત મળ્યા હતા. તથા ભાજપના ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલ (સી.ડી.પટેલ)ને 70483 મત મળ્યા હતા. જેમાં નિરંજન પટેલ 10644 મતથી જીત્યા હતા. જેમાં પેટલાદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 122018 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 117177 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 107 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 239302 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
સોજીત્રા બેઠક:
આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પર 1967થી 2017 દરમ્યાન યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 7 અને ભાજપના 4 ઉમેદવારો વિજયી બન્યા હતા. 1967થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસે પકકડ જમાવી રાખી હતી. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2012માં કોંગ્રેસના પુનમભાઈ માધાભાઈ પરમારને 65210 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ વિપુલકુમાર વિનુભાઈને 65048 મત મળ્યા હતા. જેમાં પુનમભાઈ માધાભાઈ પરમાર 162 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પુનમભાઈ માધાભાઈ પરમારને 72423 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ વિપુલકુમાર વિનુભાઈને 70035 મત મળ્યા હતા. જેમાં પુનમભાઈ માધાભાઈ પરમાર 2388 મતથી જીત્યા હતા. જેમાં સોજીત્રા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 113821 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 106835 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 7 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 220663 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.