આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, આરોપીએ બનાવેલા ગ્રુપમાં નાયબ મામલતદારોને અપાતી ક્રીમ પોસ્ટિંગ
આણંદ કલેક્ટર કચેરીના કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપી જે.ડી.પટેલે એક ગ્રુપ બનાવ્યુ હોવાનો ખુલાસો થયો છે. જાણકારી મુજબ આ ગ્રુપમાં આવતા નાયબ મામલતદારોને ક્રિમ પોસ્ટિંગ મળતી હતી. આ સાથે જે.ડી.પટેલના ગ્રુપમાં તમામ કચેરીના નાયબ મામલતદાર હતા.
જે.ડી.પટેલે બનાવેલા ગ્રુપમાં બારોબાર થતા હતા સેટિંગ
આણંદના સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. અને આ મામલામાં એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસના નિકટના સાથીદાર નાયબ મામલતદાર જે.ડી.પટેલ તથા પીએ ગૌતમ ચૌધરીને જિલ્લા કલેક્ટરે ફરજ મોકૂફ કર્યા હતા, અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી હતી, ત્યારે આ કાંડના આરોપી જે. ડી પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં જે.ડી.પટેલે એક ગ્રુપ બનાવ્યુ હતું, આ ગ્રુપમાં આવતા નાયબ મામલતદારોને ક્રિમ પોસ્ટિંગ મળતી હતી. જે.ડી.પટેલના આ ગ્રુપમાં તમામ કચેરીના નાયબ મામલતદાર હતા.
આ પણ વાંચો : સુરત : પ્રાંત અધિકારીના ઘરમાં ધડાકાભેર આગ લાગી, અધિકારીના પત્ની અને પુત્ર ઈજાગ્રસ્ત
જે.ડી.પટેલના ઈશારે બિનખેતી માટેના અભિપ્રાય અપાતા
વધુમાં જે.ડી.પટેલના ઈશારે બિનખેતી માટેના અભિપ્રાય આપવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં સેટિંગ ન થાય તેવા અરજદારના નેગેટિવ અભિપ્રાય અપાતા હતા. ખુદ જે.ડી.પટેલ નાયબ મામલતદાર પાસે નેટેટિવ અભિપ્રાય માગતો હતો. અને જો સેટિંગ થઇ જાય તો અરજદારનો પોઝિટિવ અભિપ્રાય અપાતો હતો.
આણંદ કલેકટર કચેરીમાં સ્પાઈ કેમ લગાવીને કલેકટર ડી એસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા મામલે આણંદ LCBએ આરોપીઓના 48 કલાકના રિમાન્ડ મેળવી અનેક માહિતી મેળવી છે. આ સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરી રહ્યા છે. હજુ પણ અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં રેશનકાર્ડ ધારકોને નહી મળે અનાજ, જાણો કારણ