ગુજરાતચૂંટણી 2024મધ્ય ગુજરાત

આણંદઃ લોકસભા ચૂંટણી સંદર્ભે નોડલ અધિકારીઓની બેઠક મળી

Text To Speech
  • લોકસભાની ચૂંટણી મૂક્ત અને પારદર્શકતા સાથે યોજાય તે માટે નોડલ અધિકારીઓને પરસ્પરના સંકલન સાથે વધુ સારૂ કાર્ય કરવા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

આણંદ, 31 જાન્યુઆરી: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત નોડલ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ તેમને સોંપવામાં આવેલ કામગીરી બાબતે સમજણ આપી આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં, પારદર્શકતા સાથે યોજાય તે માટે નોડલ અધિકારીઓને પરસ્પરના સંકલન સાથે વધુ સારૂ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ચૂંટણી સંદર્ભે વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓને આપવાની થતી તાલીમ બાબતે માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકોને તાલીમ મળી રહે અને એકપણ વ્યક્તિ તાલીમ વગર બાકી ન રહે તે જોવા પણ જણાવ્યું હતું.

ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સારી સુવિધા ઉપલબ્ધ બને તે અત્યંત જરૂરી છે તેમ જણાવી આ બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી ધ્યાન રાખવા પણ કહયું હતું.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ નોડલ અધિકારીઓને લોકસભાની ચૂંટણી સંદર્ભે કરવાની થતી કામગીરીની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. નોડલ અધિકારીઓની આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર એસ. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ સહિતના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: GPSC એ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું 1625 જગ્યાઓ માટે ભરતી થશે

Back to top button