આણંદ : હોસ્પિટલમાં 4 મહિલાઓના મૃત્યુ, પોલીસે મૃત મહિલાની ફાઈલ તપાસ માટે મોકલી


- ડૉક્ટરની બેદરકારીના કારણે યુવતીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ
- ત્રણ વર્ષમાં ચાર મહિલાઓના મૃત્યુ થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે
- મૃતક મહિલાના પરિવારજનોના નિવેદનો લેવાઈ રહ્યા છે
આણંદ : આંકલાવની શ્રી હોસ્પિટલમાં કસુંબાડની મહિલાના મોત મામલે પોલીસે મૃત મહિલાની ફાઈલ તપાસ માટે મોકલી આપી છે. રિપોર્ટમાં ડૉક્ટરની બેદરકારી સાબિત થશે તો ડૉક્ટર સંદીપ પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે તેવું પોલીસ દાવો કરી હતી છે. ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી ત્રણ વર્ષમાં ચાર મહિલાઓના મૃત્યુ થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
ડૉક્ટર સંદીપ પટેલની બેદરકારીના કારણે યુવતીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ
આંકલાવની શ્રી હોસ્પિટલમાં કસુંબાડ ગામના હેતલબેન પઢિયારનું ઓરપેશન પછી રજા આપ્યા બાદ તબિયત લથડી હતી. બાદમાં હોસ્પિટલ પરત લાવ્યા બાદ મહિલાનું મોત થયું થયું હતું. ત્યારે શ્રી હોસ્પિટલના ડૉક્ટર સંદીપ પટેલની બેદરકારીના કારણે યુવતીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આંકલાવ પોલીસે આ ઘટનામાં અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
મૃતક મહિલાના પરિવારજનોના નિવેદનો લેવાઈ રહ્યા છે
ઘટના સંદર્ભે પેટલાદ પ્રાંત ડિવિઝન ડીવાયએસપી પી.કે. દીયોરાએ જણાવ્યું હતું કે, કરમસદ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટર સામે કાર્યવાહી સંદર્ભે માહિતી મળી શકશે. મહિલાની સારવાર દરમિયાન જે દવાઓ- ટ્રીટમેન્ટ કરાઈ છે તે ફાઈલ પોલીસે જપ્ત કરી છે. તે હવે ગુજરાત રાજ્ય મેડિકલ બોર્ડ વડોદરા અથવા અમદાવાદ મોકલી અપાશે. જેની અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસના રિપોર્ટ બાદ જો ડૉક્ટરની બેદરકારી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરાશે. મૃતક મહિલાના પરિવારજનોના નિવેદનો લેવાઈ રહ્યા છે.
આ પણ વાંચો: સુરત : 30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ