બેકાબૂ કારે રોડના કિનારે ચાલી રહેલા વૃદ્ધનો લીધો જીવ, CCTV થયો વાયરલ

- મહારાષ્ટ્રના બુલખાના જિલ્લાનો હિટ એન્ડ રનનો સીસીટીવી વીડિયો આવ્યો પ્રકાશમાં
- રોડ કિનારે ચાલતા વૃદ્ધને કારે મારી જોરથી ટક્કર, ટક્કર બાદ વૃદ્ધનું ધટના સ્થળે મૃત્યુ
મહારાષ્ટ્ર, 3 જુલાઈ: બુલઢાણાના મલકાપુર શહેરમાંથી પસાર થતા NH-53 પર સોમવારે (1 જુલાઈ) બપોરે એક ભયાનક અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે ઝડપથી આવતી કાર રસ્તાની બાજુએ ચાલી રહેલા વૃદ્ધાને પાછળથી જોરથી ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હતી કે તે વ્યક્તિ હવામાં ઉછળે છે અને વાડમાં જઈને પડે છે. પડતાની સાથે જ તેનું માથુ જમીન સાથે ભટકાય છે અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.
અહીં જૂઓ વાયરલ CCTV:
#Maharashtra #Buldhana के मलकापुर में तेज रफ्तार का कहर..तेज़ रफ़्तार कार ने एक बुजुर्ग शख्स को उड़ाया..घटना सीसीटीवी में कैद..बुजुर्ग शख्स की मौके पर ही मौत..बुलढाणा पुलिस आरोपी कार चालक की तलाश में जुटी@indiatvnews @buldhanapolice1 pic.twitter.com/lmQcyo33tR
— Atul singh (@atuljmd123) July 2, 2024
ટક્કર મારનારી કાર ગુજરાતની
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર બાદ કાર થોડે દૂર જઈને ઊભી રહી જાય છે. ડ્રાઈવર કારમાંથી બહાર નીકળે છે. તે થોડીવાર ત્યાં ઉભો રહે છે અને પછી કારમાં બેસીને ભાગી જાય છે. પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે જે કારે રસ્તે જતા વ્યક્તિને ઉડાડ્યો હતો તે કાર ગુજરાતની હતી.
મૃતકની ઓળખ મલકાપુર તાલુકાના કુંડ બુદ્રુકના રહેવાસી 58 વર્ષીય નામદેવ કાવલે તરીકે થઈ હતી. તેઓ રસ્તાના કિનારે ચાલી રહ્યા હતા, તેમને બસમાં ચઢવા માટે રસ્તાની બીજી બાજુ જવું હતું, એટલા માટે તે રોડ ક્રોસ કરવા માટે રોડના કિનારે ચાલી રહ્યા હતા. ત્યારે રસ્તાના કિનારે ચાલી રહેલા વૃદ્ધને મુંબઈથી નાગપુર તરફ પસાર થતી કારે ટક્કર મારી હતી.
પોલીસે નવા કાયદા હેઠળ ગુનો નોંધ્યો
ટક્કર એટલી જોરદાર હતી કે તે હવામાં ઉછળીને દૂર જમીન પર પડ્યો હતો અને માથામાં ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ ગોપાલે જણાવ્યું હતું કે વાહન નંબર આરટીઓને મોકલવામાં આવ્યો છે. નંબર દ્વારા વાહન માલિકની ઓળખ કરવામાં આવશે. મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે મલકાપુર પોલીસે નવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: વીજળીના વાયરને અડી ગઈ લાકડી અને 22 સેકન્ડમાં જ યુવકનું થઈ ગયું મૃત્યુ, વીડિયો જોઈ રૂવાડા ઊભા થઈ જશે!