અમદાવાદમાં BRTS-AMTS માટે 343 ઈ-બસ ખરીદવા રૂ.1800 કરોડનો ઓર્ડર અપાયો
- હાલ 200 જેટલી ઈલેકટ્રિક બસ દોડાવવામા આવી રહી છે
- જેબીએમ ઓટો લિમિટેડને રૂપિયા 1800 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો
- ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા હાલમાં વિવિધ રુટ ઉપર 200 જેટલી ઈલેકટ્રિક બસ દોડાવવામા આવી રહી છે. બસના કાફલામાં વધુ ઈલેકટ્રિક બસનો સમાવેશ કરવા જેબીએમ ઓટો લિમિટેડને રૂપિયા 1800 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
જેબીએમ ઓટો લીમીટેડની પણ ઈલેકટ્રીક બસ દોડાવવામા આવી રહી છે
ઈલેકટ્રિક બસ દીઠ રૂપિયા 5.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જનમાર્ગ તરફથી ઈલેકટ્રિક બસ અંગે કરવામા આવેલા ડીલને લઈ ઈ-બસનો ઓર્ડર અપાયો હોવાનુ સ્વીકારી ડીલ અંગે વધુ વિગત આપવાનુ જનમાર્ગના અધિકારીએ ટાળી દીધુ હતુ. અમદાવાદમાં ઈલેકટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાની નિતી અનુસાર, બી.આર.ટી.એસ.ની 200 જેટલી બસ વિવિધ રુટ ઉપર દોડાવવામા આવી રહી છે. આ ઈલેકટ્રિક બસોમાં જેબીએમ ઓટો લીમીટેડની પણ ઈલેકટ્રીક બસ દોડાવવામા આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્ચમારી પાસેથી 20 લાખની લૂંટ
કોન્ટ્રાકટ એક વર્ષના સમયમાં પુરો કરવામાં આવશે
22 ડિસેમ્બર-24ના રોજ કંપની તરફથી અમદાવાદ જનમાર્ગ લીમીટેડ સાથે કરવામાં આવેલા ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી. કંપની દ્વારા કરવામા આવેલી જાહેરાત મુજબ,જેબીએમ મોબીલીટી પ્રા.લી.ને અમદાવાદ જનમાર્ગ લી.તરફથી 323 ઈલેકટ્રીક બસ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. રૂપિયા 1800 કરોડની રકમનો કંપનીને આપવામા આવેલો આ કોન્ટ્રાકટ એક વર્ષના સમયમાં પુરો કરવામાં આવશે.