અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ફેશન જગતમાં પ્રતિભા બતાવવાની તક, “CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023” જાણો કેવી રીતે લેશો ભાગ ?

 અમદાવાદ : ગુજરાતના યુવાનોને ફેશન જગતમાં પોતાની પ્રતિભાને બતાવાની વધુ તક મળશે. અમદાવાદના Cloth Look Fashion દ્વારા “CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023” સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના યુવાન અને યુવતીઓને ફેસન જગતમાં પોતાનું સર્જન પ્રદર્શિત કરવાની તક મળશે જેના કારણે તે પોતાની પ્રતિભાને લોકોની સમક્ષ મુકીને આ ક્ષેત્રે અગાળ વધી શકશે.

“CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023” સ્પર્ધાનું આયોજન

અમદાવાદમા CLF ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા “CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023” મેગા બ્યુટી પેજન્ટ ઑફ ઇન્ડિયાનું આયોજન કરવામા આવી રહ્યું છે. જેમાં ગુજરાત ભરમાંથી મોડલ અને ફેશન ડિઝાઇનર્સ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા ફેશન જગતમાં પોતાની પ્રતિભા અને પોતાના વસ્ત્રોના સર્જનનું પ્રદર્શન કરવાનો પ્રવેશદ્વાર છે.આ સ્પર્ધા 28 જુન 29 જુને યોજાશે અને 30 જૂને ફિનાલે હશે. જેમાં જીતનારને ક્રાઉન, ટાઈટલ વગેરે ઈનામોથી નવાજવામા આવશે તેમજ તેને આ ક્ષેત્રે અગાળ વધવાની સારી તક મળશે.

FASHION FEATURE-humdekhengenews

સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાગીઓને વ્યક્તિગત રીતે વિકસાવવા માટે યોગ્ય માવજત સત્ર આપવા, ફિટનેસ તાલીમ આપવા, પોષણ સત્ર દ્વારા આરોગ્ય લાભ ટિપ્સ વિશે જ્ઞાન વધારવા અને સારી રીતે બોલવા માટે આત્મવિશ્વાસ પેદા કરવા માટે સ્પર્ધાનું આયોજન કરવાનો છે. આ સ્પર્ધા ફેશન ડિઝાઇનર્સને ફેશન જગતમાં પોતાનું સર્જન પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે.CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023 માં જોડાવા માટે મોડલ અને ફેશન ડિઝાઇનર્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે.

અગાઉની ઇવેન્ટમાં જોરદાર સફળતા બાદ આ ભવ્ય ઇવેન્ટનું આયોજન કરાયું

CLF ઇન્ટરનેશનલ મીડિયા ગ્રુપ (ક્લોથ લુક ફેશન્સ મેગેઝિન) દ્વારા CLF મિસ એન્ડ મિસિસ ગુજરાત 2023 (ભારતની મેગા બ્યુટી પેજન્ટ)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ક્લોથ લુક ફેશન મેગેઝીનના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ અલ્તાફ શેખએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ગ્લેમ ઓફ ગુજરાત 2022” ની અગાઉની ઇવેન્ટમાં જોરદાર સફળતા મેળવ્યા બાદ હવે CLF ઇન્ટરનેશનલ ગ્રુપે ફેશન જગતમાં પ્રતિભા દર્શાવવા માટે બીજી એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારને બહારના દેશમાંથી ટ્રેનરને બોલાવવામા આવ્યા છે. જે સ્પર્ધકોને સારી એવી ટ્રેનિંગ આપશે. જે યુવાઓ આ ક્ષેત્રે આગળ આવવા માંગે છે. તેવા યુવાઓને નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાના ટેલેન્ટને બતાવવાની તક મળશે.

FASHION FEATURE-humdekhengenews

ભાગ લેવા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

જેમાં સાથે જોડાવા માટે મોડેલ્સ અને ફેશન ડિઝાઇનર્સ મોબાઈલ નંબર: +9194846 41881 પર સંપર્ક કરી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ:

https://docs.google.com/forms/d/1OZ_S_BCv_0Y8myc-Li7koQbJwzi8VPUB2BrS7IXA5RE/edit

આ  પણ વાંચો : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ, જાણો હવે કયા વાહનો થશે પસાર?

Back to top button