ઓનલાઈન POLLથી મસ્કનું ભવિષ્ય નક્કી થયું, યોગ્ય ઉમેદવાર મળશે તે બાદ ટ્વિટરનું CEO પદ છોડી દેશે


થોડા મહિના પહેલા જ એલન મસ્કે ટ્વિટરનું CEO પદ સંભાળ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં તે પોતાનું પદ છોડી શકે છે. હાલમાં જ મસ્કે ટ્વિટ કર્યું હતું, જેમાં તેમએ તે વાતની જાણકારી આપી હતી કે, તે ટ્વિટરના CEOનું પદ છોડી દેશે અને માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમને સંભાળશે.
ટ્વિટ કરીને આપી જાણકારી
Elon Musk એ આજે સવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યોગ્ય ઉમેદવાર મળી આવતાં જ તેઓ CEO પદ છોડી દેશે અને સોફ્ટવેર અને સર્વર ટીમ સાથે કામ કરશે. તમને જણાવી દઇએ કે તેમણે આ નિર્ણય એક પોલના પરિણામો સામે આવ્યા બાદ લીધો હતો. મસ્કે થોડા દિવસો પહેલા જ પોતાની જાતે જ પોતાના પગ પર કુહાડી મારતા, એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે એક પોલ કરાવ્યો હતો, જેમાં તેણે ટ્વિટરના CEOનું પદ છોડવા માટે હા કે નામાં સલાહ માંગી હતી. આમાં વધુ લોકોએ તેમને પદ છોડવા માટે કહ્યું છે.
પોલનું પરિણામ
પોલના પરિણામે 57.5% લોકોએ તેમને પદ છોડવા માટે કહ્યું છે જ્યારે 42.5% લોકોએ તેમને પદ પર રહેવા માટે કહ્યું હતું. તમને જણાવી દઇએ કે આ પોલમાં કુલ 17,502,391 લોકોએ વોટ કર્યા હતા.

પોલના પરિણામ બાદ લીધો નિર્ણય
આ પોલના પરિણામ પછી મસ્કે આજે સવારે એટલે કે 21 ડિસેમ્બરે આ પોલના પરિણામના જવાબમાં ટ્વિટર પર એક પોસ્ટ કરી. આ પોસ્ટ પર, તેમણે ટ્વીટ કર્યું કે જેવું જ મને કોઈ ‘મૂર્ખ’ (Foolish) મળશે જે કામ લઈ શકે, હું CEO પદ પરથી રાજીનામું આપી દઇશ! તે પછી, હું ફક્ત સોફ્ટવેર અને સર્વર ટીમો ચલાવીશ.
