ગુજરાતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ‘કિંગમેકર’ની ભુમિકામાં આવ્યા PM મોદીના જુના સાથી
PM મોદી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને લઈને ઘણી ચર્ચાઓ થાય છે. જેમાં જય-વિરુની જોડી પણ ઘણા લોકો કહી રહ્યાં છે. તેમજ ભાજપને
ભારતની સૌથી મોટી પાર્ટી બનાવવામાં પણ આ બંને નેતાઓનો પરિશ્રમ છે. પણ શું તમે જાણો છો કે અમિત શાહ સિવાય પણ ગુજરાતના એક દિગ્ગજ નેતા છે
જે નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના માનવામાં આવે છે. ગુજરાત ભાજપમાં સૌરાષ્ટ્રનાં આ દિગ્ગજ નેતાઓ દબદબો હાલ પણ યથાવત છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો
નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી
વજુભાઇ વાળા PM મોદીના ખભે હાથ મુકીને મિત્રની જેમ વાતો કરનાર સૌરાષ્ટ્રના ચાણક્ય છે. જેમાં વજુભાઇએ નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી દીધી હતી. આ ભાજપની સૌથી સુરક્ષીત સીટ પૈકીની એક હતી. જેના કારણે ભાજપનો ઉમેદવાર અહીં ખુબ જ સરળતાથી જીતી જાય તેમ હતું. જેથી દિગ્ગજ નેતા હોવા છતા પણ વજુભાઇએ પોતાની સીટ ખાલી કરી આપી હતી. આ પછી 2002ની ચૂંટણીની જાહેરાત થઈ. વજુભાઈ વાળાને પાર્ટી દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:દિવાળીના તહેવારો શરૂ થતા ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
રાજીનામું વજુભાઈ વાળાને સુપરત કર્યું
વજુભાઈ વાળાનો રાજકીય ઈતિહાસ વિશે નજર કરીએ તો વજુભાઈ વાળા ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજકારણી છે. તથા ગુજરાતના નાણામંત્રી અને સ્પીકર રહી
ચૂક્યા છે. તેમજ રાજકોટ મેયર તરીકે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. તથા ઈમરજન્સી દરમિયાન તેમને 11 મહિનાની સજા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જ્યારે 2014માં ગુજરાતથી દિલ્હી જવા રવાના થયા ત્યારે તેમણે મણિનગરના ધારાસભ્ય તરીકેનું રાજીનામું વજુભાઈ વાળાને સુપરત કર્યું હતું. તે સમયે વજુભાઈ
વાળા વિધાનસભાના સ્પીકર હતા. એ જ વજુભાઈ હતા જેમણે નરેન્દ્ર મોદી વિધાનસભા પહોંચ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદી 13 વર્ષ પછી આ
ગૃહમાંથી બહાર આવ્યા ત્યારે માત્ર વજુભાઈ જ તેમનું રાજીનામું સ્વીકારવા ઊભા હતા.
આ પણ વાંચો : ગૃહ વિભાગમાં વધુ 2 IPS અધિકારીઓની બદલી તથા ભાવનગરને નવા કલેક્ટર મળ્યા
સૌરાષ્ટ્રના કિંગમેકરની ભુમિકામાં
પીએમ મોદીએ રાજકોટ પશ્ચિમમાં ચૂંટણીના રાજકારણની શરૂઆત કરી હતી. જે બાદ તે મણિનગરથી ફરી ચૂંટણી લડ્યા હતા. વજુભાઈ વાળાએ પહેલા મેયર અને પછી મહામહિમ સુધીનો પ્રવાસ કર્યો. તેઓ મોદીના ખૂબ વિશ્વાસુ છે. હવે ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્રનાકિંગમેકરની ભુમિકામાં જોવા મળી રહ્યા છે.