વર્લ્ડ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી બ્લાસ્ટની ઘટના, 19ના મોત, તેમજ 32 ઘાયલ

Text To Speech

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક સુરંગમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 19 લોકોનાં મોત થયાં છે તેમજ 32 લોકો ગંભિર રીતે ઘાયલ થયા છે. ત્યાંના એક સ્થાનિક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ સલંગ ટનલ કાબુલથી લગભગ 80 માઈલ ઉત્તરમાં આવેલ છે, તેનું નિર્માણ 1960માં થયું હતું. તેમજ તે સોવિયેત આક્રમણને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

afghanistan-hum dekhenge news
સુરંગમાં ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ

આ પણ વાંચો: અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા વિલિયમ બર્ન્સે PM મોદીના વખાણ કર્યા

સુરંંગમાં બ્લાસ્ટ થતા 19 લોકોના મોત

પરવાન પ્રાંતના પ્રવક્તા હિમતુલ્લાહ શમીમે જણાવ્યું કે સુરંગમાં વિસ્ફોટ થયો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે જીવિત લોકો હજુ પણ કાટમાળની નીચે ફસાયેલા છે અને મૃત્યુઆંક વધી પણ શકે છે. આરોગ્ય વિભાગને અત્યાર સુધીમાં 14 લોકોના મોત અને 24 ઘાયલોની માહિતી મળી છે.

અફઘાનીસ્તાન-hum dekhenge news
લોકો ગંભીર રીતે દાઝી ગયા

મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે

મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકો છે, બાકીના પુરુષો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની ઓળખ થઈ રહી નથી. જાહેર બાંધકામ મંત્રાલયના પ્રવક્તા મોલવી હમીદુલ્લા મિસ્બાહે જણાવ્યું હતું કે, “આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ટીમો હજુ પણ ટનલમાંથી કાટમાળ નીચે દબાયેલ લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

Back to top button