ગુજરાત સરકાર સાથે કોન્ટ્રેક્ટ પર કામ કરનાર અધિકારી લાંચ લેતા ઝડપાયા
દાહોદ: ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ઝાલોદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે મદદનીશ પ્રોગ્રામ ઓફિસર (રાજ્ય સરકાર સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા)ને લાંચ માંગવા બદલ પકડી પાડ્યા છે.
એસીબીના જણાવ્યા અનુસાર, આ કામના ફરીયાદી સરકારીશ્રીની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરીયાદીના કુલ ચાર બિલોના કુલ કિ. રૂ.૪૨,૯૩,૪૪૧/- મંજુર કરવા માટે ફરીયાદીએ આ કામના આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી ઝાલોદનાઓને કાયદેસરની પ્રક્રિયા અનુસરી આપેલા હતા.
બિલ મંજુર કરવા અધિકારીએ 10% રકમની માંગણી કરી:
બિલો મંજુર કરી આપવા આરોપીએ કુલ રકમની 10 % રકમ ફરીયાદી પાસે માંગણી કરતા ફરીયાદીએ પુરા પૈસા ન હોવાથી રુ 50 હજાર આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ ફરીયાદી લાંચના નામે અધિકારીને પૈસા આપવા માંગતો ન હતો જેથી ફરીયાદીએ આ અંગે એસીબીને જાણ કરી હતી, ત્યાર બાદ એસીબીએ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરી બાયપાસ રોડ, ઠુઠીકંકાસીયા ચોકડી, ઝાલોદ મુકામે આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.50 હજારની લાંચની માંગણી કરનારને લાંચ લેતાં એસીબીએ ઝડપી પાડ્યા છે.
આરોપી મોહનસિંહ કટારા 37 વર્ષનો છે. તે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરસણાનો વતની છે, એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝેરી કેમિકલયુક્ત તાડી મામલે થયો ચોંકાવનારો ખુલાસો