ગુજરાત

NHAIના અધિકારી લાંચ કેસમાં ભરાયા, તપાસમાં થયા મોટા ખુલાસા

  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીના બિલ માટે લાંચ માગી
  • અધિકારીની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે
  • દિગ્વિજયસિંહ દ્વારા રૂ.દસ લાખની લાંચ માંગવામાં આવી હતી

ગુજરાતમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી લાંચ કેસમાં ભરાયા છે. જેમાં તપાસમાં મોટા ખુલાસા થયા છે. તેમાં NHAIના ગાંધીનગરના અધિકારી સામે લાંચના સજ્જડ પુરાવા મળ્યા છે. અમદાવાદ-ધોલેરા હાઈવેના બિલ પાસ કરાવવા લાંચ મેળવેલી હતી. જેમાં NHAIના ચીફ્ જનરલ મેનેજર દસ લાખની લાંચ લેતા ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં મેઘમહેર વિશે 

અધિકારીની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે

દિગ્વિજયસિંહ મિશ્રા દ્વારા રૂ.દસ લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીના બિલો ઝડપી પાસ કરાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીની ગાંધીનગર એકાઉન્ટ ઓફિસમાં અધિકારી દેવેન્દ્રકુમાર વ્યાસે પોતાના બેંકના ખાતામાં લાંચની રકમ મેળવ્યાના પુરાવા મળી આવ્યા છે. ગાંધીનગર સીબીઆઈએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડીયાના એકાઉન્ટ ઓફિસમાં અધિકારી દેવેન્દ્રકુમાર વ્યાસ, ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ.ના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રા, મેસર્સ જીડબ્લ્યુ ઈન્ડિયા પ્રાઈવેટ યુનાઈટેડ ચીફ્ પ્રોજેક્ટ મેનેજર, મેસર્સ જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ યુમિટેડના શેફ્ પ્રોજેક્ટ મેનેજર ટી.પી. સિંગ સામે કાવત્રુ, લાંચ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી રાજ્યના જળાશયોમાં જાણો કેટલી થઇ પાણીની આવક

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીના બિલ માટે લાંચ માગી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ્ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ મિશ્રા દ્વારા રૂ.દસ લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર સીબીઆઈમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરી કરનાર ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ.ના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર અંકુર મલ્હોત્રા પાસે રૂ.25 હજાર અને મેસર્સ જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ યુમિટેડના શેફ્ પ્રોજેક્ટ મેનેજર ટી.પી.સીંગ પાસે રૂ.50 હજારની લાંચ ગાંધીનગરમાં NHAIના એકાઉન્ટ ઓફિસમાં અધિકારી દેવેન્દ્રકુમાર વ્યાસે પોતાના બેંકના ખાતામાં મેળવ્યા હતા. આ લાંચના નાણાં મળ્યા બાદ NHAIના એકાઉન્ટ ઓફિસમાં અધિકારી દેવેન્દ્રકુમાર વ્યાસએ નાણાં મળ્યા હોવાનો સ્વિકાર કર્યો છે.

Back to top button