બિહારની નાલંદા અને ઈન્ડોનેશિયાની જામ્બી યુનિવર્સિટી વચ્ચે આ બાબતે થયા MOU
બિહારની નાલંદા અને ઇન્ડોનેશિયાની જામ્બી યુનિવર્સિટી વચ્ચે ઇન્ડિયા નેટવર્ક ઑફ યુનિવર્સિટી કન્સોર્ટિયમ હેઠળ એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક વિનિમય, સંશોધન કાર્યક્રમો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંયુક્ત રીતે જોડાવા માટે સંહમતિ થઈ છે. આ પ્રસંગે જામ્બી યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઇત્રેજા કસવારીની આગેવાની હેઠળ ઈન્ડોનેશિયાનું એક પ્રતિનિધિમંડળ, આંતરરાષ્ટ્રીય બાબતોના વડા ડો. વાચયુની, સંશોધન અને સમુદાય સેવા સંસ્થાના વડા ડો. એડે ઓક્ટાવીયા અને અન્ય વિદ્વાનો હાજર રહ્યા હતા.
આ MOUમાં શું છે ખાસ?
નાલંદા વિશ્વવિદ્યાલયના વચગાળાના વાઇસ ચાન્સેલર પ્રો. અભય કુમાર સિંહે કહ્યું કે આ પહેલ બંને દેશો વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત બનાવશે. પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે બંને દેશો વચ્ચેની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ASEAN ઈન્ડિયા નેટવર્કમાં જોડાઈને, જામ્બી યુનિવર્સિટીએ બંને દેશો વચ્ચેના પ્રાચીન આંતરસંબંધોના પુનઃવિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ એમઓયુ ભવિષ્યમાં AINU એસોસિએશનની સભ્ય યુનિવર્સિટીઓના શિક્ષણવિદો વચ્ચે એક મહત્વપુર્ણ સંવાદ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.
શું કહ્યું જામ્બી યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટરે?
જામ્બી યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. ઇત્રેજા કોસવરીએ જણાવ્યું કે, નાલંદા યુનિવર્સિટીના આ નવા અવતારમાં ફરી એકવાર જ્ઞાનની પરંપરાઓ વિકસાવવામાં આવી રહી છે. નાલંદા અને ઈન્ડોનેશિયાની જામ્બી યુનિવર્સિટી સુદ્રઢ પારસ્પરિકની ભાવનાથી એકસાથે આવી રહી છે. ઇન્ડોનેશિયા એ નાલંદા વિશ્વવિદ્યાલયના સભ્ય દેશોમાંથી એક છે. પ્રતિનિધિમંડળના સભ્યોએ કેમ્પસમાં નેટ ઝીરો વ્યવસ્થાને જોઈ હતી. યુનિવર્સિટીન વાઈસ ચાન્સેલર ડૉ. સુનૈના સિંઘ પણ એમઓયુ પર હસ્તાક્ષર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: એમેઝોનના સ્થાપક ‘જેફ બેઝોસ’ અંતરિક્ષમાં કરશે લગ્ન! કેટલો થશે ખર્ચ?