ડીસાની ટેટોડા ગૌશાળામાં પી.એન.માળી દ્વારા ગાયો માટે શરૂ કરાયું આઈસોલેશન સેન્ટર
પાલનપુર:ડીસામાં ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને યોજાયેલ આપાતકાલીન મહત્વની બેઠક બાદ ટેટોડા ગૌશાળા ખાતે લમ્પીગ્રસ્ત ગાયો માટે આઇશોલેસન વોર્ડનો શુભારંભ કરાયો છે. જિલ્લા કલેકટરના હસ્તે આઇસોલેશન વોર્ડનો શુભારંભ કર્યા બાદ ગૌભક્તોએ ગાયોની સેવા માટે દર વર્ષે નિયમિત અઢી કરોડનો ફાળો એકઠો કરી મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.
શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લમ્પી વાયરસથી રક્ષણ માટેના આઇસોલેશન વોર્ડનું ઉદ્દઘાટન બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે કરાયું છે.આઇસોલેશન વોર્ડના તથા ભોજન પ્રસાદના દાતા પી.એન.માળી પરિવાર બન્યા હતા. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર વધ્યો છે. અને ટેટોડા ગૌશાળામાં પણ સૌથી પશુઓમાં લમ્પી વાયરસની અસર થઈ છે. ત્યારે અન્ય પશુઓને આ વાયરસથી બચાવવા માટે અસરગ્રસ્ત પશુઓ ની સારવાર માટે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.
ટેટોડા ગૌશાળાની અતિ વિકટ નાણાંકીય પરિસ્થિતિને લઈ પ.પૂ રામરતનજી મહારાજે અપીલ કરતા ગૌભક્તોએ વર્ષે રૂપિયા અઢી કરોડ જેટલો ફાળો નિયમિત મોકલવાનો સરાહનીય નિર્ણય કર્યો છે. સાંજે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, લમ્પી વાયરસને વધતો અટકાવવા માટે દાતાઓ દ્વારા આઇસોલેશન વોર્ડ બનાવી ખૂબ જ સલાહનીય કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે જ્યારે પણ સમાજમાં જરૂરિયાત ઊભી થાય છે. અને એ જરૂરિયાત માટે સમાજની પડખે આવીને ઊભા રહે છે. તે તમામ દાતાઓને આભાર સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.