ગુજરાતચૂંટણી 2022

IT તપાસમાં મોટો ખુલાસો, AAPએ હવાલાથી 20 કરોડ ગુજરાતમાં મોકલ્યા !

Text To Speech

બારડોલીમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની કારમાંથી 20 કરોડ રોકડા ઝડપાતા આપમાં ખડભડાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની ગાડી માંથી 20 કરોડ રોકડો ઝડપાયા હતા. ત્યારે ઈન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી 20 કરોડ મોકલ્યા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. આ માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 50 થી 60 લાખ મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે.

આપએ 20 કરોડ ગુજરાતમાં મોકલ્યા

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી તપાસમાં હકીકત બહાર આવી હતી. જેમાં આપના સૌરવ પરાશરે 20 લાખ લીધા હોવાનું સામે આવ્યુ છે. જે નાણાં આંગડિયા પેઢીના મહેન્દ્ર પટેલ દ્વારા મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય ગુજરાતના અનેક વિસ્તારો ખાતે છૂપી રીતે આંગડિયાઓ મારફત રોકડ મોકલવામાં આવી રહ્યા હોવાની જાણ થતા ઈન્કમટેક્સની તપાસ તેજ બની છે.

આ પણ વાંચો:ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપ ઝાલા સસ્પેન્ડ

અમદાવાદ માંથી પણ 30 લાખ કબજે કરાયા

ગુજરાતમાં દિલ્હીથી 20 કરોડની રોકડ રકમને ઈલેક્શન સમયે આપ-લે કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં રોજની મોટી રકમ છૂપી રીતે પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ માંથી પણ 30 લાખ કબજે કરવામાં આવ્યા હતા.

Back to top button