ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

કલોલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડતા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીએ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો

Text To Speech

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું ગતરોજને મતદાન પૂર્ણ થયુ છે. ગાંધીનગરના કલોલમાં ચૂંટણીની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. ગાંધીનગર જીલ્લાના કલોલ બેઠક પર ચૂંટણીની અદાવતમાં ભાજપ અને કોંગ્રસના બે જૂથો બાખડ્યા હતા. જે બાદ સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાનો તાગ મેળવ્યો હતો. તે સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.

ગતરોજને વિધાનસભાની ચૂંટણી બીજા તબક્કાનું મતદાન યોજાઈ હતુ જે ચાલુ મતદાન દરમિયાન કલોલ બેઠક પર ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માહોલ ગરમાયું હતુ. કલોલમાં 38 વિધાનસભા બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું હતુ તેની માટે સંત અન્ના સ્કુલના વોટિંગ બુથની બહાર ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે બુથ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. જ્યાં વિરોધ કરતા મામલો ગરમાયો હતો જે બાદ વાત મારામારા પર આવી પહોંચી હતી. જેમાં ભાજપના કાર્યકર્તા પર કેટલાક લોકોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. અને ભાજપ એક કાર્યકર્તાને માથામાં ધારદાર હથિયાર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ ઘાયલ યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત ચૂંટણી 2022 : સુરતથી AAPની વિધાનસભામાં થઈ શકે છે એન્ટ્રી, આવું રહી શકે છે સમીકરણ

બીજી તરફ એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ હુમલો સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરના દીકરા અને ભત્રીજા સહિત અન્ય 10 લોકોએ ભાજપના કાર્યકરોને માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે બાદ ભાજપના કાર્યકરોમાં રોષને જોતા પોલીસ અધિકારીએ તમામ આરોપીઓને જલદીમાં જલદી ઝડપી પાડવા માટેની બાહેંધરી આપી છે અને તે સાથે જ કલોલમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અને હવેની મળતી માહિતી મુજબ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

Back to top button