કચ્છ - સૌરાષ્ટ્રચૂંટણી 2022

યુવા મતદારો માટે પ્રેરણા, ધોરાજીના 106 વર્ષના બા લોકશાહીના પર્વના બનશે ભાગીદાર

Text To Speech
  • ધોરાજીમા 106 વર્ષના રતીયાતબેન કરશે મતદાન
  • યુવા મતદારો માટે પ્રેરણા
  • અશક્ત મતદારો માટે ટપાલ મતપત્રની સુવિધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સાથે જ ચૂંટણી સક્રિય બની ગયું છે. તેમજ દરેક મતદાર મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદાન માટે તંત્ર દ્વારા 80 વર્ષથી વધુની ઉંમરના વયોવૃદ્ધ અને અશક્ત મતદારો માટે ટપાલ મતપત્રની સુવિધા આપવામાં આવશે.

આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માં આ વખતે વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ના જે શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. 75 – ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાયાવદર, ઉપલેટાના રહેવાસી 106 વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન નાથાભાઈ માકડિયાના ઘરે બૂથ લેવલ ઓફિસર પી. ડી. ગોસ્વામી પહોંચ્યાં હતાં અને ટપાલ મતપત્રનું જરૂરી ફોર્મ 12-ડી ભરાવ્યું હતું. આ બુઝુર્ગ મહિલા મતદારે પણ ઉત્સાહપૂર્વક ટપાલ મતપત્રનું ફોર્મ ભરીને યુવા મતદારો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા.

યુવા મતદારો માટે પ્રેરણા, ધોરાજીના 106 બા લોકશાહીના પર્વના બનશે ભાગીદાર - humdekhengnews

75-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી જે.એન.લીખીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના શોપિયામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર

દરેક વ્યક્તિને મળેલા મતદાન અધિકારથી મહત્તમ મતદાન થાય અને મતદાન કરવાથી કોઈ બાકાત ના રહે તેવા ભાવથી જિલ્લાનું ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. હાલ ટપાલ મતપત્ર માટે જરૂરી ફોર્મ-12ડી જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.

Back to top button