ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં હેવાનિયતની તમામ હદો પાર, સગીરા સાથે પહેલા ગેંગરેપ અને પછી…

  • રાજસ્થાનમાં 12 વર્ષની માસૂમ દીકરી સાથે પહેલા ગેંગરેપ
  • પછી કોલસાની ભઠ્ઠીમાં જીવતી સળગાવી
  • ચાંદીના કડાથી થઈ ઓળખ

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમનો રેસિયો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં મહિલાઓ સાથે ખરાબ વર્તનની ઘટનાઓ કંઈક વધારે જ સામે આવી રહી છે. ત્યારે આવી જ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. જેમાં નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી છે. રાજસ્થાનના ભીલવાડામાં નજીકના જંગલમાં કોલસાની ભઠ્ઠીમાંથી ગુમ થયેલી સગીર બાળકીના બંગડી અને ચપ્પલ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પર સામૂહિક બળાત્કાર કર્યા બાદ આરોપીઓએ તેની નિર્દયતાથી હત્યા કરી અને તેના મૃતદેહને કોલસાની ભઠ્ઠીમાં ફેંકી દીધો.

આ પણ વાંચો : ‘પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’,અમેરિકામાં પિતા સાથે ફોન પર વાત કરતા ગુજરાતી યુવકને કાળનો ભેટો થઇ ગયો

બકરા ચરાવવા ખેતર તરફ ગયેલી બાળકી ઘરે પરત ન ફરી
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,રાજસ્થાનના ભીલવાડાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી 12 વર્ષની માસૂમ બાળકી બકરા ચરાવવા ખેતર તરફ ગઈ હતી. જે બાદ બાળકી ઘરે પરત ન ફરતાં લાંબા સમય સુધી તેની રાહ જોયા બાદ પરિવારજનોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેની શોધમાં તે ખેતરમાં ગયા. ત્યારે તેમને ઈંટોના ભઠ્ઠામાં ભઠ્ઠી સળગતી જોવા મળી હતી.તેમણે ભઠ્ઠી પાસે જોયું તો તેમણે કોલસાની રાખમાં બાળકની ચાંદીની બંગડી જોઈ.ભઠ્ઠીની આસપાસથી બાળકીના શરીરના કેટલાક ટુકડા પણ મળી આવ્યા છે.જેથી પરિવારજનોનો આરોપ છે કે, જ્યારે તેમણે નજીકના લોકો સાથે પૂછપરછ કરી તો બાળકીને બળાત્કાર બાદ સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : લગ્ન પહેલા પાર્ટનરને પૂછો આ સવાલઃ ખુશખશાલ રહેશે મેરેજ લાઇફ

હાથની બંગડી અને મૃતદેહના ટુકડા મળી આવ્યા

આ મામલો પોલીસ સમક્ષ આવતાં જ એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક તપાસ ટીમ પણ લેવામાં આવી છે. જ્યાંથી યુવતીના હાથની બંગડી અને મૃતદેહના ટુકડા મળી આવ્યા છે. જે બાદ પોલીસે આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળી ન હતી. ગામની બહાર ભઠ્ઠી સળગતી જોઈ પરિવારજનોને શંકા ગઈ.સંબંધીઓએ 4-5 છોકરાઓ પર ગેંગરેપ અને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જેથી હાલ પોલીસ દ્વારા શંકાને આધારે 4 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : પાટણ : “મારી માટી,મારો દેશ” થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક યોજાઈ 

Back to top button