Sabarkantha : પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે કરેલી એક પહેલે બે દીકરીઓનું જીવન બદલ્યું
દીકરી વ્હાલનો દરિયો, દીકરી ઘરની ખુશીઓ, દીકરી ઘરની લક્ષ્મી, દીકરી માટે જેટલું કહીએ એટલું ઓછું પડે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે આજે સર્વ સમાજમાં એક દાખલો બેસાડયો છે. હિમાંશુ પટેલે વર્ષ 2014 માં દત્તક લીધેલી બે દિકરીઓના ગઈકાલે લગ્ન કરવી રાજીખુશી વિદાય કરી હતી.
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12 મેએ ગાંધીનગરમાં ‘આવાસ ઉત્સવ’
વર્ષ 2012 માં પુંસરી ગામના તત્કાલીન સરપંચ હિમાંશુ પટેલ જ્યારે ગામના સરપંચ તરીકે કાર્યરત હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન તેમણે શાળાના શિક્ષકો મારફતે જાણ થઈ કે કેટલીક દીકરીઓ શાળા છોડવા માંગે છે ત્યારે હિમાંશુ પટેલે આ બે દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો. બંને દીકરીઓએ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. દીકરીઓની માતા મજૂરી કામ કરી બંને દીકરીઓને મોટી કરી રહ્યા હતા. ત્યારે હિમાંશુ પટેલે બંને દીકરીઓની સંપૂર્ણ જવાબદારી લઈ તેમણે ભણાવી, કોલેજ સુધી અભ્યાસ કરાવ્યો અને ગઈકાલે બંનેના લગ્ન કરાવી વિદાય આપી. પુંસરી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવેલ આ કાર્ય કેટલાય લોકો માટે ઉદાહરણ સ્વરૂપ સાબિત થશે. હિમાંશુ પટેલના નેતૃત્વમાં પુંસરી ગામ અગાઉ શ્રેષ્ટ ગામના પુરસ્કાર પણ મેળવી ચૂક્યું છે.