મોરબી ખાતે ૧૫મી ફેબ્રુઆરીના રોજ યોજાશે ઔદ્યોગિક ભરતીમેળો


- ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો રોજગારીની તક
મોરબી, 14 ફેબ્રુઆરી: મોરબીની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભડીયાદ રોડ પર નઝર બાગ રેલવે સ્ટેશન પાસે આવેલી યુ. એન. મહેતા આટર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લઈને ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો રોજગારીની તક પ્રાપ્ત કરી શકશે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / SSC / HSC / ITI / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચૂક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લાના રોજગાર અધિકારી મનિષા સાવનિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસે બે વર્ષમાં 20 લાખ ઈ મેમો મોકલ્યા, દંડ પેટે 100 કરોડ વસૂલાયા નથી