ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Text To Speech

દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ જોવા મળી હતી. જે બાદ એરક્રાફ્ટને દિલ્હીમાં ટેકઓફ કરવામાં આવ્યું હતુ. પ્લેનના એન્જિનમાં આગ જોવા મળ્યા બાદ બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. આગની ઘટનાથી મુસાફરો ભયભીત થયા હતા.

FLIGHT- HUM DEKHENGE NEWS
ટેક્નિકલ ખામીના કારણે આગની ઘટના

એરક્રાફ્ટના એન્જિનમાં આગ

મળતી માહિતી મુજબ, દિલ્હીમાં ટેક-ઓફ દરમિયાન ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી, ત્યારબાદ ઈન્ડિગોની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રોકવી પડી હતી. અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે વીડિયોમાં જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને પછી આગની જ્વાળાઓ ઉછળવા લાગે છે. આ જોઈને પાઈલટ તરત જ વિમાનને રનવે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.

ટેક્નિકલ ખામીના કારણે આગની ઘટના

છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઘણી વખત ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું છે. મોટાભાગની ઘટનાઓ સ્પાઈસ જેટ સાથે બની છે, પરંતુ હવે ઈન્ડિગો અને એર ઈન્ડિયાના પ્લેનમાં પણ ટેક્નિકલ ખામી જોવા મળી રહી છે. ત્યારે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131માં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈને કહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરવું પડ્યું હતું. હાલમાં, એરલાઇન દ્વારા મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમજ યાત્રીઓને થયેલી અસુવિધા બદલ માફી પણ માંગવામાં આવી હતી.

 177 મુસાફરો અને 7 પાયલટના જીવ બચાવાયા

ગત 10.08 કલાકે, IGIA કંટ્રોલ રૂમને CISF કંટ્રોલ રૂમમાંથી દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઇટ નંબર 6E 2131ના એન્જિનમાં આગની સમસ્યા અંગે કોલ આવ્યો હતો. પ્લેનમાં 177 પેસેન્જર્સ હતા અને 7 પાઈલટનું એક ગ્રુપ હતું, જેમની સાથે પ્લેન બેંગ્લોર જઈ રહ્યું હતું. IGI એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, ફ્લાઇટને ટેક-ઓફથી અટકાવવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તપાસના આદેશ આપ્યા 

દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટના ટેકઓફ દરમિયાન અંતે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DGCA અધિકારીઓને ઈન્ડિગો ફ્લાઈટ નંબર A320માં આગની ઘટનાની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બેંગ્લુરુજઈ રહેલા ઈન્ડિગોના A320 વિમાનમાં ટેકઓફ દરમિયાન સ્પાર્ક જોવા મળ્યા હતા. ત્યારબાદ પાયલટે તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને બાદમાં પ્લેન પાર્કિંગમાં પાછું આવ્યું અને વિમાનમાં સવાર 177 લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ધનતેરસની મોડી રાતે અમદાવાદની બે જગ્યાએ આગની ઘટના

Back to top button