એક ભારતીય જેણે રચ્યુ યોગનું સામ્રાજ્યઃ Happy Birthday Baba Ramdev
યોગને ઘર ઘરમાં પ્રખ્યાત કરનાર બાબા રામદેવ અથવા તો સ્વામી રામદેવનુ મૂળ નામ રામકિશન યાદવ છે. તેમનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૬૫ ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ યાદવ અને માતાનું નામ ગુલાબોદેવી હતું. ખેડૂત પિતાના પુત્રે નજીકના શહજાદપુર ગામની સરકારી શાળામાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે ખાનપુર ગામમાં એક ગુરુકુળમાં સંસ્કૃત અને યોગ શીખવા માટે પ્રવેશ લીધો. ત્યાં તેમણે આચાર્ય શ્રી પ્રદ્યુમનજીના હાથ નીચે અભ્યાસ કર્યો. દરમ્યાન તેમણે સંન્યાસ લઇ વર્તમાન નામ ધારણ કર્યુ. ત્યાર પછી તેઓ જિંદ જિલ્લામાં ગયાં, અને કાલવા ગુરુકુળમાં જોડાયા. તેમણે હરિયાણાનાં ગ્રામજનોને મફત યોગશિક્ષા આપવાનું શરુ કર્યુ. કાલવા ગુરુકુળમાં તેમણે આચાર્ય શ્રી બળદેવજી મહારાજ પાસે શિક્ષણ લીધું.
દુનિયાભરમાં યોગના મુખ્ય પ્રચારક તરીકે જેની ગણતરી કરવામાં આવે છે તે બાબા રામદેવ પતંજલિ આયુર્વેદ કંપનીના સંસ્થાપક છે. બાબા રામદેવે 1995માં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 2003માં ધાર્મિક ચેનલ આસ્થા ટીવીએ બાબા રામદેવના યોગ બતાવવાનું શરૂ કર્યુ અને ત્યારથી તેમના અનુયાયીઓની સંખ્યા વધતી ગઇ.
બચ્ચન અને શિલ્પાને શીખવ્યા યોગ
યોગગુરૂના રૂપમાં લોકપ્રિય થયા બાદ બાબા રામદેવ દેશથી બહાર પણ યોગ શીખવવા લાગ્યા. અમિતાભ બચ્ચન અને શિલ્પા શેટ્ટીને પણ બાબા રામદેવે યોગ શીખવ્યા. બાબા રામદેવે 2006માં પતંજલિ યોગપીઠની સ્થાપના કરી. જ્યાં આર્યુર્વેદિક રીતે ઇલાજ કરવામાં આવે છે. બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ખુબ જ ઝડપથી ભારતીય કન્ઝ્યુમર એન્ડ ગુડ્સ માર્કેટમાં જગ્યા બનાવવા લાગી. 2016-17માં પતંજલિ આયુર્વેદનું વેચાણ લગભગ 10,000 કરોડ રૂપિયા હતુ.
પદ્મવિભુષણથી સન્માનિત કરાયા
બાબા રામદેવને 2015માં ભારત સરકારે દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા. આ ઉપરાંત જાન્યુઆરી 2007માં કલિંગા ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ ટેકનોલોજીએ જાન્યુઆરી 2007માં કલિંગા ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ ટેકનોલોજીએ બાબા રામદેવને ડોક્ટરેટની માનક પદવી આપી હતી.