ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ન્યૂયોર્કમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એક ભારતીય પત્રકારનું મૃત્યુ

Text To Speech

 ન્યૂયોર્ક (અમેરિકા), 25 ફેબ્રુઆરી: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ન્યૂયોર્કના હારલાનમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે ભારતીય મૂળના પત્રકારએ જીવ ગુમાવ્યો હતો.  અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે આગ આ ઘટનામાં 27 વર્ષીય ભારતીય પત્રકારનું મૃત્યુ થયું છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે.

27 વર્ષીય ભારતીયનું અવસાન થયું

દુર્ઘટના બાદ, દૂતાવાસે X પર લખ્યું કે, યોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. સ્વર્ગસ્થ ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે સતત સંપર્કમાં છીએ. અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું.

જીવ બચાવવા લોકો બારીમાંથી કૂદવા લાગ્યા

સ્થાનિક અગ્નિશમન વિભાગને ટાંકીને સ્થાનિક સમાચાર એજન્સી સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે લિથિયમ-આયન બેટરીના કારણે શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. સત્તર અન્ય લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક લોકો વિસ્થાપિત થયા હતા, જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક રહેવાસી રેચફોર્ડે ઘટનાની દુર્દશા બતાવતાં કહ્યું કે,  આગ એટલી વિકરાળ હતી કે લોકો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી રહ્યા હતા.

પોતાનો જીવ બચાવવા સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના રહેવાસીઓએ આગથી બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદવું પડ્યું હતું. આ દરમિયાન કુલ 18 લોકોને બચાવી લેવાયા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે.

આ પણ વાંચો: USમાં ફરી એક ભારતીયની હત્યા, ટેક કંપનીના કૉ-ફાઉન્ડરને માર મારીને મૃત્યુને ઘાટ ઉતાર્યો

Back to top button