ટ્રેન્ડિંગનેશનલ

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ખેતરમાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech
  • ગોળ ગોળ ચક્કર લગાવ્યા બાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનુ ખેતરમાં જ લેન્ડિંગ.

ભોપાલ: ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરમાં 6 સૈનિકો સવાર હતા.

ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે હેલિકોપ્ટર લાંબા સમય સુધી ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, ત્યારબાદ તે ખેતરમાં ઉતર્યું છે. હાલ હેલિકોપ્ટરમાં સવાર સૈનિકો સેનાના એન્જિનિયરો અને ટેકનિશિયનોની રાહ જોઈ રહ્યા છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યું છે. નજીકમાં એરફોર્સના જવાનો દેખાય છે. આ સિવાય આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકો હેલિકોપ્ટરને જોવા માટે આવ્યા છે.

 

વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ભોપાલ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. અહેવાલો અનુસાર, ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને તકનીકી ખામીની તપાસ માટે એક ટીમને બોલાવવામાં આવી છે.

ઘટના પર IAFએ શું કહ્યું?

આ ઘટના અંગે વાયુસેનાએ જણાવ્યું કે, ભોપાલથી ચકેરી સુધીના રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન ALH MK III હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડિંગ કર્યું. આ લેન્ડિંગ ભોપાલ એરપોર્ટથી 50 કિલોમીટર દૂર ડુંગરિયા ડેમ પાસે થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. ટેકનિકલ મદદનીશો હેલિકોપ્ટરની તપાસ કરવા માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો: IndiGo ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી, મુસાફરની ધરપકડ

Back to top button