આણંદ ACBએ મહેમદાવાદમાં મામલતદાર કચેરીમાં સપાટો બોલાવ્યો
- મહેમદાવાદમાં સબ રજીસ્ટ્રાર માત્ર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
- બાનાખત નોંધાણી, સ્કેન ડોક્યુમેન્ટ પરત આપવા માગ કરી
- આણંદ ACBએ સબ રજીસ્ટ્રારને લાંચ લેતા ઝડપ્યા છે
ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મામલતદાર કચેરીમાં લાંચની ઘટના સામે આવી છે. જેમાં સબ રજીસ્ટ્રાર માત્ર પાંચ હજાર રૂપિયાની લેતા ઝડપાયો છે. આણંદ ACB એ સબ રજીસ્ટ્રાર જીગીશાબેન પોપટલાલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે અને તેમના પર વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની અસર રહી ગઇ: કચ્છ, દ્વારકા, જામનગરના 573 ગામડામાં હજી અંધારપટ
આણંદ ACBએ સબ રજીસ્ટ્રારને લાંચ લેતા ઝડપ્યા છે
આ અંગે મળતી વિગત અનુસાર આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારી દ્વારા મળેલી ફરિયાદને આધારે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી સબરજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં આવેલી સબરજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે રહેતા સબરજીસ્ટ્રાર જીગીશાબેન સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા 1 હજારથી લઈને રૂપિયા 5 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અને પોતાનું કામ પતાવવા માટે અરજદારોને નાછૂટકે પૈસાનો વ્યવહાર કરવો પડતો હતો. જે માહિતી એસીબીને મળતા આણંદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આ શહેરમાં યોજાશે વર્લ્ડ રેકોર્ડ
મહેમદાવાદમાં સબ રજીસ્ટ્રાર માત્ર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
અરજદારો વતી મોટેભાગે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે, એટલે એસીબીએ એક વકીલને તૈયાર કર્યો. અસીલે વકીલને કબજા વગરના બાના ખત કરાવવા માટેનું કામ સોપ્યું હતું. જે કામ લઈને વકીલ અરજદાર સાથે સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા અને અસીલનું કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી કરવા આપ્યું હતું. તે વખતે સબ રજીસ્ટારે આ બાનાખત નોંધણી કરવાતા અસલ સ્કેન કરેલા ડોકયુમેન્ટ પરત આપવા રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હતી. જે વકીલે રૂપિયા 5 હજાર સબ રજીસ્ટ્રાર જીગીશાબેનને આપ્યા હતા. તે વખતે એસીબીએ રંગે હાથ રૂપિયા 5 હજાર સ્વીકારતા જીગીશાબેનને પકડી લીધા. આણંદ એસીબીએ આ લાચીયા મહિલા અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.