સુરત: પત્નીના ચરિત્ર પર શંકા રાખી પતિએ HIV પોઝિટીવનું ઈન્જેક્શન મારી દીધુ
સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં વધુ એક ચકચારી મચાવતી ઘટના સામે આવી છે. વિસ્તારમાં પતિએ પૂર્વ પત્નીને HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન માર્યુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ચરિત્ર પર શંકા રાખીને HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન માર્યું હતુ.
સુરતમાં ચકચારીની ઘટના
સુરતમાં રાંદેર વિસ્તારમાં HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન મારતા પૂર્વ પત્નીને બેભાન થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. બાદમાં પત્ની ભાનમાં આવતા પતિએ લોહીનું ઇન્જેક્શન માર્યુ હોવાનું જણાવ્યુ હતુ અને પતિનું કાવતરૂ છતુ થઈ ગયુ હતુ. પતિની પૂછપરછ કરતા તેણે HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન માર્યુ હોવાનું સ્વીકાર્યુ. હાલ રાંદેર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:મર્ડર પહેલાં શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો, પોલીસને મળ્યા ઓડિયો પુરાવા
HIV પોઝિટીવનું ઈન્જેકશન મારી પત્નીને ઘાયલ કરી
મળતી માહિતી મુજબ સુરતની આ ઘટનામાં પતિને તેની પૂર્વ પત્નીના ચારિત્ર પર શંકા રાખીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઈન્જેકશન મારી દીધુ હતુ જે બાદ તેની તબિયત લથડી હતી. પોલીસે ઈન્જેકશનનું પૂછતાં પતિએ પોતાની હેવાનિયતની વાત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.