ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી

Text To Speech
  • અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા
  • આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે
  • 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે

ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. જેમાં કોઇ હોસ્પિટલના વીડિયો સોશિયલ મીડિયામાં બતાવામાં આવી રહ્યાં છે. જેમાં કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.

મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી

વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપના સી.સી.ટી.વી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. જે મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે.

999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે

સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા આ વીડિયો ગુજરાતની કોઇ હોસ્પિટલના હોવાનું સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર કેટલાક લોકો 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને રૂપિયા કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર 15 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાં 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે

અલગ અલગ ચેકઅપના ફોલ્ડર બનાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર , બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્ધ છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250 થી વધુ, ઈન્જેક્શનનાં 250 થી વધુ અને ગાયનેક તપાસનાં 2500 થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. હાલમાં મેઘા એમબીબીએસ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો

Back to top button