ઉત્તર ગુજરાતએજ્યુકેશનગુજરાત

ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે મહત્વનો આદેશ, શિક્ષકો વધુ એક કલાકનો સમય ફાળવી બાળકોને ભણાવશે

Text To Speech

ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને શાળામાં એક કલાકનો વધુ સમય આપી બાળકોને ભણાવવાનો આદેશ કરાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિકશાળાના શિક્ષકોને આ આદેશ કર્યો છે.

શિક્ષકોને એક કલાક વધુ સમય ફાળવવા આદેશ

કોરોનાને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોના શિક્ષણ પર તેની ખૂબ માંઠી અસર પડી છે. હવે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પણ શિક્ષણ ને લઇને એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. ત્યારે પાટનગર ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને એક કલાકનો વધુ સમય ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરની પ્રાથમિક શાળાના શિક્ષકો એક કલાક વધુનો શ્રમદાન કરીને બાળકોને ભણાવશે.

પ્રાથમિક શાળા-humdekhengenews

ધો. 3 થી 8 ના શિક્ષકોને આપ્યા આદેશ

ગાંધીનગરની તમામમને એક કલાક વધુ અભ્યાસ કરાવવા માટે જિલ્લા પ્રાથિક શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે. પ્રાથમિક શિક્ષણાધિકારીએ ધો. 3 થી 8 ના શિક્ષકોને આ આદેશ આપ્યો છે. કોરોનાને કારણે જે બાળકોએ તેમના ભણતરની શરુઆત જ કરી હતી તેમના પર વધુ અસર પડી છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી ડો.બીએન પ્રજાપતિએ ગાંધીનગર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી દરરોજ એક કલાક વધારે ફાળવવા આદેશ કર્યો છે.

અગાઉ બેગલેસ ડે તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હવે શિક્ષણના મુદ્દે વધુ ધ્યાન આપી રહી છે. અને શિક્ષણક્ષેત્રે એક પછી એક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. નવું શૈક્ષણિક વર્ષ શરુ થતા પહેલા શિક્ષણ ક્ષેત્રે કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તો વળી કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકારે ભણતરના ભારને થોડો હળવો કરવા ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ ડે તરીકે શરૂ કરવાનું જાહેરાત કરી હતી. અને નવા વર્ષમાં શાળાઓમાં તેને લાગુ પણ કરવામાં આવશે ત્યાારે આજે ગાંધીનગરમાં કોરોના કાળમા છૂટી ગયેલા અભ્યાસને કવર કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના શિક્ષકોને એક કલાકનો વધુ સમય આપી બાળકોને ભણાવવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા સત્રથી ગ્રેજ્યુએશન 3 નહિ પરંતુ 4 વર્ષમાં પૂર્ણ થશે

Back to top button