- છેલ્લા એક સપ્તાહમાં 5 લાખથી લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી
- ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ
- ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ થાય પરંતુ 20 જાન્યુઆરીએ થશે
અમદાવાદમાં આયોજીત ફ્લાવર શો અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદ ફ્લાવર શોના સમાપનની તારીખ લંબાવવામાં આવી છે. ફ્લાવર શોને 20 જાન્યુઆરી સુધી લંબાવાયો છે. ફ્લાવર શોની લોકપ્રિયતાને લઇ AMCએ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ, 25 વર્ષે ખબર પડી
ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ થાય પરંતુ 20 જાન્યુઆરીએ થશે
હવે ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ થાય પરંતુ 20 જાન્યુઆરી સુધી લોકો તેની મજા માણી શકશે. અમદાવાદ રિવરફ્રન્ટામાં આયોજીત આ ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર AMCએ 31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું છે. આ ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં તેને લંબાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેમાં હજી બુધવારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ સૌથી મોટા સ્ટ્રક્ચર માટેનો એવોર્ડ અમદાવાદ ફ્લાવર શોને આપ્યો છે. જે પછી વડાપ્રધાન મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. આ વચ્ચે રોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં હોવાથી છેલ્લા એક સપ્તાહમાં 5 લાખથી લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે જોતાં 31 ડિસેમ્બરથી શરૂ થયેલો ફલાવર શોને હવે 20 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: પતંગના દોરાથી મોત થવાનો સિલસિલો યથાવત, ઘાતક દોરીથી યુવતીનું મૃત્યુ
ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ
ફલાવર શોમાં વધતી જતી ભીડને લઇને AMC એ રાત્રે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આવી રહી છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવે છે.