ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો
- BCCI સેક્રેટરી જય શાહ, GCA પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી
- મહત્વનો નિર્ણય ગુજરાત ક્રિકેટ એસોસિએસન દ્વારા લેવામાં આવ્યો છે
- ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પેન્શન આપવામાં આવશે
ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓને પેન્શન આપવામાં આવશે. ક્રિકેટ એસોસિએસનની 87મી સભામાં આ નિર્ણય લેવાયો છે. તેમજ ક્રિકેટ એકેડેમીના કોચના પગારમાં વધારો કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ, 45 જાનૈયાઓ સાથે નવવધુ પણ હોસ્પિટલમાં દાખલ
ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પેન્શન આપવામાં આવશે
BCCI સેક્રેટરી જય શાહ, GCA પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય ગુજરાત ક્રિકેટ એસોસિએસન દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પેન્શન આપવામાં આવશે. જ્યારે પુરૂષ ક્રિકેટ ખેલાડીઓના પેન્શનમાં પણ 25% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએસનની 87મી સાધારણ સભામાં લેવાયા મળી હતી, જેમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ માટે BCCI સેક્રેટરી જય શાહ અને GCA પ્રમુખ ધનરાજ નથવાણીની આગેવાનીમાં સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં ક્રિકેટ રમત અને ખેલાડીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ
મેચ સબસીડીમાં પણ GCA દ્વારા વધારો કરવાનો નિર્ણય લીધો
GCAના ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએસનમાં ચાલતી ક્રિકેટ એકેડેમીના કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સાથે જ ગ્રાઉન્ડ મેઈન્ટેનન્સ સબસીડી, ગ્રાઉન્ડ સાધન સબસીડી અને ઈન્ફ્રાસ્ટ્રકચર સબસીડીમાં GCA દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએસનને ચુકવવામાં આવતી મેચ સબસીડીમાં પણ GCA દ્વારા વધારો કરવાનો નિર્ણય લીધો છે.