પાટીદાર અનામત આંદોલન અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય


ગાંધીનગર, 7 ફેબ્રુઆરી : જુલાઇ 2015માં પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (OBC)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું. હવે આ આંદોલન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આ આંદોલન સાથે જોડાયેલા પાટીદાર યુવાનો સામે થયેલા જુદા-જુદા કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક પટેલ તેમજ દિનેશ બાંભણીયા સહિતના નેતાઓએ આ અંગે ટ્વિટ કરું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
गुजरात में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुक़दमे आज भूपेंद्र भाई पटेल की सरकार ने वापिस लिए है। मैं समाज की ओर से गुजरात की भाजपा सरकार का विशेष आभार व्यक्त करता हूँ।
पाटीदार आंदोलन से गुजरात में बिन आरक्षित वर्गों के…
— Hardik Patel (@HardikPatel_) February 7, 2025
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ….સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025