એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારનો ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓના માધ્યમ બદલવા અંગે મહત્વનો નિર્ણય

Text To Speech

રાજ્યમાં નવી શિક્ષણનીતિ અમલી બનાવવામાં આવી રહી છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓના હિત માટે વિવિધ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ જેતે જિલ્લા કક્ષાના DEO ને અરજી કરવાની રહેશે.

શું થશે વિદ્યાર્થીઓને મદદ 

અત્યાર સુધી કોઈ પણ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા ન હતા. જેમાં ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના માધ્યમ બદલી શકતા ન હતા. જેના પરિણામે તેમને તકલીફ પડતી હતી. જેના પગલે અલગ-અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં માગ ઉઠી હતી. ત્યારે હવે તેમની આ માગ સ્વીકાર લેવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તેમના માધ્યમ પ્રથમ સત્ર સુધીમાં બદલી શકશે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતાએ ગુજરાત ખેલાડીઓનું અપમાન કર્યું, તો હર્ષ સંઘવીએ બોલતી જ બંધ કરાવી દીધી

શિક્ષણ બોર્ડનો નિર્ણય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલી ચર્ચાને અંતે કારોબારી સમિતિએ ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો આદેશ કર્યો હતો.

Back to top button