ગુજરાતટ્રેન્ડિંગ

જળ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુજલામ સુફ્લામ જળઅભિયાનનો 2023માં આ મહિનાથી થશે પ્રારંભ

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને ધ્યાને રાખીને માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લા 5 વર્ષમાં જળ સંગ્રહના 74,510 કામો પૂર્ણ થયા

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

સુજલામ સુફ્લામ જળઅભિયાન-humdekhengenews

વર્ષ 2022મા 17,812 કામો પૂર્ણ થયા

ગત વર્ષ 2022ની વાત કરવામાં આવે તો 2022માં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો

નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.તેવું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અન્નપૂર્ણા યોજનાને લઇ ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય, આ બે શહેરોને મળશે લાભ

Back to top button