

ગઈ કાલે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-પ્રાઈમરી સ્કૂલને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1માં પ્રવેશ માટેની વય મર્યાદા 6 વર્ષની રાખવામા આવી છે. અને તેનાથી ઓછી વયના બાળકો માટે બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
જૂન-2023માં ધોરણ.1ની સાથે બાલવાટિકામાં પ્રવેશોત્સવ યોજાશે
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1. મા પ્રવેશ મેળવવવા માટે ફરજીયાત 6 વર્ષની વય મર્યાદા નક્કી કરવાના નિર્ણયને લઈને લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી અને બાળકોના અભ્યાસની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા 6 વર્ષથી ઓછી વયના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. અને જૂન-2023માં ધોરણ.1ની સાથે હવે બાલવાટિકામાં પણ પ્રવેશોત્સવનું આયોજન પણ કરવામા આવ્યુ છે.
બાલવાટિકા-સ્કૂલ મુદ્દે ટાસ્ક ફોર્સની ચાર મંત્રીઓની બેઠક મળી હતી
મહત્વનું છે કે નવી શિક્ષણનીતિ મુજબ રાજ્યમાં ચાલતી પ્રિ-પ્રાઇમરીને સ્કૂલ શિક્ષણ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી વધુ અને 6 વર્ષથી ઓછી વય ધરાવતાં બાળકને બાલ વાટિકામાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયની અમલવારી મુદ્દે ગાંધીનગર ખાતે સરકારના શિક્ષણ, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાસ નવી શિક્ષણનીતિની અમલવારી અંગે ઘડાયેલ ટાસ્ક ફોર્સના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે મુજબ ખાનગી સ્કૂલોમાં ચાલતી પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી હેઠળ ફરજિયાત નોંધણી કરવાની રહેશે, આ સિવાય પ્રિ-પ્રાઈમરી, બાલ વાટિકામાં પ્રવેશ લેતા બાળકોની પણ ફરજિયાત નોંધણી કરવામાં આવશે. અને ધોરણ.1માં પ્રવેશની વય મર્યાદા જે 6 વર્ષની કરવામાં આવી છે તેમા કોઈ પણ છુટછાટ આપવામાં નહી આવે, ઓછી વયના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ અપાશે.
આ પણ વાંચો : ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો મામલે હાઈકોર્ટે સરકારને ઝાટકી, તાત્કાલિક દુકાનો બંધ કરાવો